(ફાઇલ ફોટો)
મુંબઈઃ મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળી સરકારે બહુમતી મેળવ્યાં બાદ સોમવારે ભારતીય શેર બજારોમાં તેજી જોવા મળી હતી. નિફ્ટી 50 ઇન્ડેક્સ 1.45 ટકા અથવા 346.30 પોઇન્ટ વધીને 24,253.55 પર હતો, જ્યારે બીએસઈ સેન્સેક્સ ઇન્ડેક્સ 1,280 પોઇન્ટ અથવા 1.36 ટકા વધીને 80,401.47 પર હતો.
નિષ્ણાતોના જણાવ્યાં અનુસાર, ચૂંટણીના પરિણામોની અસર આજે બજારો પર દેખાઇ છે, નિફ્ટીના 50 ઈન્ડેક્સમાંથી 49 શેરોમાં તેજી જોવા મળી હતી, જ્યારે એક શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. શ્રી ફાઇનાન્સે નિફ્ટી 50 પર ટોચના ગેનર તરીકે શરૂઆત કરી હતી. આ રિપોર્ટ આપતી વખતે અદાણી ગ્રૂપના શેરમાં પણ લગભગ 2 ટકાનો વધારો થયો હતો. અદાણી ગ્રીન પણ આ સમયગાળા દરમિયાન લગભગ 4 ટકા વધ્યો હતો.
એશિયામાં જાપાન અને દક્ષિણ કોરિયાના બજારો વધારા સાથે બંધ થયા હતા. નિક્કી 225 ઇન્ડેક્સ 1.5 ટકાથી વધુ વધ્યો હતો, દક્ષિણ કોરિયાનો કોસ્પી પણ 1.5 ટકા વધ્યો હતો, તાઇવાનનો વેઈટેડ ઇન્ડેક્સ 0.48 ટકા વધ્યો હતો, જ્યારે હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 0.14 ટકા ઘટ્યો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++