(ફાઇલ ફોટો)
અણબનાવના કારણે આ પતિ, પત્ની જુદા રહેતા હતાં
ઝેરી દવા ગટગટાવતા પહેલા સૂર્યાબેને સ્યૂસાઇડ નોટ લખી હોવાની ચર્ચા
ગાંધીનગરઃ સિનીયર સનદી અધિકારીના પત્નીએ ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં રવિવારે સારવાર દરમિયાન ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયુ હતું. આપઘાતના આ બનાવમાં પોલીસ દ્વારા તમિલનાડુ સ્થિત તેમના પરિવારજનોને જાણ કરવાની સાથે તપાસ શરૂ કરી છે. મૃતકની બેભાનાવસ્થાને કારણે તેમનું મરણોન્મુખ નિવેદન લઇ શકાયુ ન હતું.
જર્ક, ગુજરાત વિજ નિયમન પંચમાં સેક્રેટરી એવા સિનીયર આઇએએસ ઓફિસર રાજેશ (રંજિત) તંવરનાં પત્ની સૂર્યાબેને પાટનગરમાં સેક્ટર 19માં ઝેરી દવા પી લીધી હતી. તેમને 108 દ્વારા બેભાન હાલતમાં સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરીને તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. આ બનાવના પગલે પોલીસ સહિતના સરકારી તંત્રના અધિકારીઓ રીતસર દોડતાં થઇ ગયા હતાં. પોલીસ ઉપરાંત મામલતદાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યાં હતાં. પરંતુ તેઓ બેભાન હોવાના કારણે પોલીસ તેમનું નિવેદન લઇ શકી ન હતી. ઉપરાંત મામલતદાર ડાઇંગ ડેક્લેરેશન લઇ શક્યા ન હતાં. હાલમાં પોલીસે આ કેસની તપાસ શરુ કરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526