અમદાવાદમાં સતત બીજા દિવસે ડ્રગ્સ ઝડપાયું, દાણીલીમડામાંથી 1.23 કિલો એમડી ડ્રગ્સ જપ્ત- Gujarat Post

06:16 PM Nov 21, 2024 | gujaratpost

ડ્રગ્સ પેડલરો સામે પોલીસનું મોટું ઓપરેશન

અમદાવાદઃ રાજ્યમાં અવાર નવાર ડ્રગ્સ પકડાતું રહે છે. જેના કારણે ગુજરાત નશીલા પદાર્થનું હબ બની રહ્યું હોય તેમ લાગે છે. અમદાવાદમાંથી પોલીસે સતત બીજા દિવસે ડ્રગ્સ જપ્ત કર્યું છે. નારણપુરામાંથી 25 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપાયા બાદ હવે દાણીલીમડા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ડ્રગ્સની સાથે બે બંદૂક, 40 રાઉન્ડ કાર્ટિસ અને 18 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરાઇ છે. ઝડપાયેલા ડ્રગ્સની બજાર કિંમત અંદાજે 1 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દાણીલીમડા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી જીસાન ઉર્ફે દત્તા પાવલે નામના આરોપીને દબોચી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચે જીસાન ઉર્ફે દત્તા પાવલે પાસેથી અંદાજે 1.23 કિલો એમ.ડી ડ્રગ્સ, બે બંદૂક, 40 રાઉન્ડ કાર્ટિસ અને 18 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હતી. આરોપી સામે આ પહેલાં પણ 8 જેટલા ગુના દાખલ થઇ ચૂક્યાં છે.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++