+

ક્ષત્રિય આંદોલન સામે સરકારનું કડક વલણ, કાળા વાવટા બતાવીને નેતાઓનો વિરોધ કરનારાઓ પર થશે કાર્યવાહી- Gujarat Post

( Photo: @AhmedabadPolice) ક્ષત્રિયોના આંદોલનને ડામવા માટે ગૃહવિભાગનો નિર્ણય પોલીસના ચૂંટણીલક્ષી જાહેરનામામાં કાળા વાવટા ફરકાવવા તે પ્રતિબંધિત કૃત્યનો ઉલ્લેખ અમદાવાદઃ શહેર પોલીસ કમિશનર દ્વારા

( Photo: @AhmedabadPolice)

ક્ષત્રિયોના આંદોલનને ડામવા માટે ગૃહવિભાગનો નિર્ણય

પોલીસના ચૂંટણીલક્ષી જાહેરનામામાં કાળા વાવટા ફરકાવવા તે પ્રતિબંધિત કૃત્યનો ઉલ્લેખ

અમદાવાદઃ શહેર પોલીસ કમિશનર દ્વારા લોકસભાની ચૂંટણી સંદર્ભમાં સત્તાવાર રીતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું સામાન્ય રીતે બહાર પાડવામાં આવતા જાહેરનામાંની જેમ જ બહાર પડાયું છે. ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપની સભા અને રેલીઓમાં કાળા વાવટા બતાવીને કરવામાં આવતા વિરોધને પગલે જાહેરનામામાં પ્રતિબંધિત કૃત્યોમાં કાળા વાવટા ફરકાવવા નહીં તે વાતનો વિશેષ ઉલ્લેખ કરાયો છે.

જાહેરનામામાં ઉશ્કેરણીજનક બેનર, પ્લે કાર્ડ ન દર્શાવવા માટે અને કોઇ વિરોધી સૂત્રોચ્ચાર ન કરવા માટે જણાવાયું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્વ સીઆરપીસીની કલમ 144 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારનું જાહેરનામુ માત્ર અમદાવાદ શહેર જ નહીં પણ અમદાવાદ ગ્રામ્ય અને તેમજ ગુજરાતના તમામ શહેરોમાં પોલીસ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોન કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

ઉલ્લેખનીય છે કે રાજકોટના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ભાજપની સભાઓમાં યુવાનો કાળા વાવટા ફરકાવીને રોષ ઠાલવી રહ્યાં છે. જેથી આ વિરોધને રોકવા જાહેરનામું ખાસ સૂચનાથી તૈયાર કરાયું છે. આ પ્રકારના જાહેરનામાં સત્તાવાર રીતે બહાર પાડીને ક્ષત્રિય આંદોલનને ડામવા પોલીસને કામગીરી સોંપવામાં આવી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter