ગાંધીનગરઃ બિલ્ડર ગ્રુપ પર શુક્રવારે આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. પીએસવાય ગ્રુપના ગાંધીનગરના સેક્ટર 8 અને સેક્ટર 21 સહિતના 27 જેટલા સ્થળોએ આવકવેરા વિભાગના દરોડાની કામગીરી ચાલી રહી છે.
પીએસવાય બિલ્ડર ગ્રુપ પર ત્રાટકેલા ઇન્કમ ટેક્સ વિભાગને કરોડો રૂપિયાના બેનામી વ્યવહાર મળી આવ્યાં છે. આવકવેરા વિભાગે જપ્ત કરેલા 15 લોકરની તપાસ કરતા 2 કરોડની રોકડ મળી આવી છે. આ સાથે 5 કરોડ રૂપિયાના દાગીના ઇન્કમ ટેક્સ વિભાગે જપ્ત કર્યાં છે. બિનહિસાબી વ્યવહારોના ખુલાસાને લઇને આવકવેરા વિભાગે બિલ્ડર ગ્રુપના ભાગીદારો પર પણ તપાસ શરૂ કરી છે. સમગ્ર તપાસમાં હજુ સુધી એક હજાર કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળી આવ્યાં છે. આવકવેરા વિભાગની તપાસમાં આ આંકડો હજુ પણ ઉપર જાય તેવી શક્યતા છે.
ગાંધીનગરમાં પીએસવાય સૌથી મોટું બિલ્ડર ગ્રુપ છે જેના પર આવકવેરા વિભાગે કાર્યવાહી કરી છે. આ ગ્રુુપની અનેક સ્કીમો હાલમાં ચાલી રહી છે અને આ ગ્રુપ સાથે જોડાયેલા વેેપારીઓ પણ આઇટીના નિશાને છે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો