ચૂંટણી મેદાન છોડનારા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, ભાજપના નેતાઓ સાથે ધંધાકીય સંબંધોના અનેક વખત થયા છે આક્ષેપો

09:26 PM Apr 04, 2024 | gujaratpost

અમદાવાદઃ આખરે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી પ્રવક્તા સહિતના બધા પદો પરથી રાજીનામું આપી દીધું છે, તેમને અમદાવાદ પૂર્વની લોકસભા બેઠક પર કોંગ્રેસે ટિકિટ આપી હતી, પરંતુ પિતાની તબિયત ખરાબ હોવાની વાત આગળ લાવીને તેમને ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી અને હવે કોંગ્રેસ પાર્ટી જ છોડી દીધી છે.

રોહન ગુપ્તાએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેને રાજીનામું મોકલી આપ્યું છે, તેમને લખ્યું છે કે 13 વર્ષથી હું પાર્ટી માટે કામ કરતો આવ્યો છું અને હવે મારા પર પાર્ટીના જ લોકો આંગળી ચીંધી રહ્યાં છે. જેથી સ્વમાનને ધ્યાનમાં રાખીને હું રાજીનામું આપી રહ્યો છું.

- કોંગ્રેસમાં એક સિનિયર નેતાએ મને બહુ હેરાન કર્યો છેઃ રોહન ગુપ્તા
- હવે સહન કરવું મુશ્કેલ હોવાથી પાર્ટી છોડી
- શું પ્લાન મુજબ હવે રોહન ગુપ્તા ભાજપમાં જોડાશે ?

Trending :

રોહન ગુપ્તા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા હતા અને તેમને પાર્ટીમાં અનેક જવાબદારીઓ સંભાળી છે. જો કે હવે તેઓ ભાજપમાં જશે તો એ સાબિત થશે કે તેઓ પહેલાથી જ ભાજપના નેતાઓ સાથે સંપર્કમાં હતા અને તેમના વિરુદ્ધ કોંગ્રેસ હાઇ કમાન્ડમાં ફરિયાદો થઇ હતી કે તેઓ ભાજપના નેતાઓ સાથે ધંધાકીય સંબંધો ધરાવે છે, તેમનો પાર્ટીમાં જ જોરદાર વિરોધ થઇ રહ્યો હતો, હવે આગળની તેમની રણનીતિ પર સૌ કોઇની નજર છે.બીજી તરફ કોંગ્રેસે કહ્યું છે કે ભાજપના નેતા અજય પટેલના પત્ની અને રોહન ગુપ્તાના પત્ની એક કંપનીમાં ભાગીદાર છે અને તેઓ કોંગ્રેસમાં રહીને ભાજપમાં માટે કામ કરતા હતા.

નોંધનિય છે કે અર્જુન મોઢવાડિયા અને અંબરિશ ડેર બાદ કોંગ્રેસના વધુ એક મોટા લિડરે પાર્ટીને અલવિદા કહી દેતા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post