+

ગણતંત્ર દિવસે વિશેષ પાઘડી પહેરીને આવ્યાં પીએમ મોદી, જાણો આ વખતના લુકમાં શું છે ખાસ- Gujarat Post

નવી દિલ્હીઃ ભારત આજે 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં વોર મેમોરિયલ પહોંચ્યાં હતા. તે ત્યાં ત્રણેય સેનાના વડાઓને મળ્યાં હતા. પીએમ મોદીએ અહીં શહીદોને શ્ર

નવી દિલ્હીઃ ભારત આજે 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં વોર મેમોરિયલ પહોંચ્યાં હતા. તે ત્યાં ત્રણેય સેનાના વડાઓને મળ્યાં હતા. પીએમ મોદીએ અહીં શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતા. ગણતંત્ર દિવસના આ ખાસ અવસર પર પીએમ મોદીએ ભગવા રંગની પાઘડી પહેરી હતી.

પીએમ મોદીની આ પાઘડીનો દેખાવ બાંધણી પાઘડી જેવો જ છે. PM એ ગયા વર્ષે સ્વતંત્રતા દિવસ પર પણ આવી જ લાલ, ગુલાબી અને પીળી પાઘડી પહેરી હતી. આ પાઘડી સાથે પીએમ મોદીએ સફેદ રંગના કુર્તા-પાયજામો પહેર્યો હતો.

જો કે પીએમ મોદીની પાઘડીમાં ઘણા રંગો છે, પરંતુ કેસરી રંગ સૌથી વધુ ચમકી રહ્યો છે. આ રંગ ભગવાન રામનો પ્રિય રંગ માનવામાં આવે છે. જેના કારણે તેમની પાઘડીને ભગવાન રામના રંગ સાથે જોડવામાં આવી રહી છે. 22 જાન્યુઆરીના રોજ પીએમ મોદીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. ગણતંત્ર દિવસના અવસર પર પીએમ મોદીએ આ પાઘડી પહેરીને ભગવાન રામ પ્રત્યેની તેમની ભક્તિ દર્શાવી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

facebook twitter