Rajkot: રૂપિયા 3 લાખની લાંચનો કેસ, ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુના અનેક કારનામા આવશે બહાર

11:55 AM Aug 14, 2024 | gujaratpost

16 ઓગસ્ટ સુધીના રિમાન્ડ થયા છે મંજૂર

તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો આવી શકે છે બહાર

Rajkot News: રાજકોટ મહાનગર પાલિકાના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂનાં 16 ઓગસ્ટ સુધીનાં રિમાન્ડ મંજૂર થયા છે. જે બાદ હાલ તપાસ ચાલી રહી છે. મારુએ અન્ય ફાઈલો મંજુર કરવામાં અને સહી કરવામાં પણ રૂ.3- 3 લાખની લાંચ લીધી હોવાની શંકાના આધારે તેની સંપત્તિની તપાસ થઈ રહી છે.

મનપામાં ફાયર બ્રિગેડમાં હોદ્દાની વિસંગતતાઓ વચ્ચે ફાયર સ્ટેશન ઓફિસરોને તેમના વિસ્તારમાં ફાયર એન.ઓ.સી.ની અરજી ડોક્યુમેન્ટ વગેરે વેરીફાઈ કરીને ઈન્વર્ડ કરવાની સત્તા અપાઈ છે. સ્ટેશન ઓફિસરોને પગાર ક્લાસ-2 અધિકારીનો અપાય છે પરંતુ, તેમનો હોદ્દો ક્લાસ-3ના કર્મચારીનો રખાયો છે.

આ કારણે સ્ટેશન ઓફિસર એન.ઓ.સી. આપવા માટેની તમામ કાર્યવાહી કરી દે પછી એન.ઓ.સી. માટે જે રકમ ભરવાની હોય તેમાં સહી કરવાની સત્તા માત્ર ચીફ ફાયર ઓફિસરને જ અપાયેલી છે. આ જોગવાઈને કારણે અનિલ મારુની દોઢ માસ પહેલા રાજકોટમાં નિમણુંક થતા સાથે અને રાજકોટમાં અગ્નિકાંડ પછી ફાયર એન.ઓ.સી. અને ફાયર સાધનોની માંગમાં જબરદસ્ત વધારો થયો છે અને મિલ્કતને સીલ થતી રોકવા કે સીલ ખોલાવવા અરજદારો તલપાપડ છે તે સ્થિતિનો લાભ લઈને ભ્રષ્ટાચાર શરૂ કર્યાનું જાણવા મળ્યું છે. નોંધનિય છે કે મારુ હાલમાં જ 3 લાખ રૂપિયાની લાંચના કેસમાં એસીબીના સકંજામાં આવ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526