+

જો આરોપીઓને જામીન મળશે તો હું તેમને પતાવી દઇશ, સ્વજનો ગુમાવનાર વ્યક્તિની વેદના

રાજકોટઃ ગેમઝોનમાં થયેલી દુર્ઘટના માનવસર્જિત હોવાનું હાઇકોર્ટે કહી દીધું છે અને આ બેદરકારીમાં પોલીસ પણ આરોપીઓને બચાવી રહી હોય તેમ લાગી રહ્યું છે, અહીં સ્થળ પરથી બિયરની બોટલો પણ મળી છે, એટલે કે આ ટીઆરપી

રાજકોટઃ ગેમઝોનમાં થયેલી દુર્ઘટના માનવસર્જિત હોવાનું હાઇકોર્ટે કહી દીધું છે અને આ બેદરકારીમાં પોલીસ પણ આરોપીઓને બચાવી રહી હોય તેમ લાગી રહ્યું છે, અહીં સ્થળ પરથી બિયરની બોટલો પણ મળી છે, એટલે કે આ ટીઆરપી ગેમઝોન એક અડ્ડો પણ હતો, જો કે બિયર મામલે પોલીસે હજુ સુધી કોઇ ગુનો દાખલ કર્યો નથી.

પોતાનો દીકરો અને પરિવાર ગુમાવ્યો, પિતાએ કહ્યું મારે નથી જોઇતી સરકારી સહાય

બીજી તરફ 30 મૃતકોના પરિવારો આક્રંદ કરી રહ્યાં છે, પ્રદિપસિંહ ચૌહાણના પરિવારના 7 લોકોમાંથી 5 લોકોનાં મોત થઇ જતા તેઓ આક્રોશમાં છે, તેમને ન્યાયની માંગ સાથે ધમકી આપી છે કે આરોપીઓને ફાંસીની સજા ન થાય ત્યાં સુધી જો તેમને જામીન મળશે તો હું જ તેમને ખતમ કરી નાખીશ, મારો પરિવાર હવે આ દુનિયામાં નથી, મારે ગુમાવવાનું કંઇ નથી, જેથી હું આરોપીઓને છોડીશ નહીં.

જેની સામે તપાસ ચાલુ છે તે અધિકારીને જ રાજકોટ અગ્નિકાંડ મામલે રચાયેલી SITમાં સામેલ કરાયા

SITની કમિટીમાં અમદાવાદના હંગામી ચીફ ફાયર ઓફિસર જયેશ ખાડિયાની નિમણૂંક રદ કરવા એક સામાજિક સંસ્થા ચલાવનારા મિલિન્દ રેખા મુકેશ શાહે સરકારને વિનંતી કરી છે. કેમ કે જયેશ ખાડિયા સામે વિજિલન્સ વિભાગની તપાસ ચાલુ છે, તેઓ ખોટા સર્ટિફિકેટને આધારે નોકરી લાગી ગયા હોવાના આરોપ છે, ત્યારે આવો વ્યક્તિ સીટમાં તપાસ કરે તે અયોગ્ય છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter