રાજકોટમાં Acb એ 1 લાખ રૂપિયાની લાંચ માંગનારા અને 50 હજાર રૂપિયા લેનારા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યાં

07:16 PM Oct 29, 2025 | gujaratpost

રાજકોટઃ એસીબીએ માર્ગ અને મકાન વિભાગ રાજકોટમાં સપાટો બોલાવી દીધો છે, દિવાળી પછીની આ પહેલી મોટી ટ્રેપ છે.

ટ્રેપનું સ્થળ: પારેવડીચોક પુલ નીચે બજરંગ ટી સ્ટોલની પાસે, રાજકોટ

ફરીયાદી ભાગીદારીમાં સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળામાં યાંત્રીક રાઇડસનો ધંધો કરે છે, અગાઉ ફરીયાદીએ ભાગીદારીમાં રણુજા તા.કાલાવડ જી.જામનગર ખાતેના લોકમેળામાં યાંત્રીક ચકડોળ (રાઇડસ)નો ધંધો કરેલો, ત્યારે આ કામના આરોપીઓએ હોદ્દાની રૂએ ચેકિંગમાં ગયેલા ત્યારે આરોપીઓએ યાંત્રીક ચકડોળ (રાઇડસ)નું ફીટનેસ સર્ટી આપવાના 1 લાખ રૂપિયા માંગ્યા હતા, અંતે 50 હજાર રૂપિયામાં આ ડિલ થઇ હતી.

આ કેસમાં ફરીયાદીએ મોરબી એ.સી.બીનો સંપર્ક કરી ફરીયાદ આપતા લાંચના છટકામાં આરોપીઓ આવી ગયા હતા. ત્રણેયે એકબીજા સાથે મિલીભગત કરીને આ લાંચ લીધી હતી.

ટ્રેપિંગ અધિકારી: પી.એ.દેકાવાડીયા, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પો.સ્ટે., મોરબી તથા સ્ટાફ

સુપરવિઝન અધિકારી: કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ