રાજકોટઃ પરસોત્તમ રૂપાલા સામે રાજકોટથી (rajkot lok sabha seat congress candidate) મેદાને ઉતરેલા કોંગ્રેસના કદાવર નેતા પરેશ ધાનાણીએ (paresh dhanani) ભાજપના નેતાઓએ સરદારના (sardar vallabhbhai patel) નકલી વારસદાર ગણાવતા ભાજપ લાલઘૂમ થયું છે. ધાનાણીએ આક્રમક મિજાજમાં કહ્યું કે હું સરદારનો અસલ વારસદાર છું અને આ વાત પર મને ગર્વ છે. ધાનાણીના આ નિવેદન સામે અકળાયેલા ભાજપ તરફથી પણ વળતો પ્રહાર કરવામાં આવ્યો. ભાજપના નેતા યમલ વ્યાસે આ મામલે ટિપ્પણી કરતાં ધાનાણી હતાશામાં આવું બોલી રહ્યાં હોવાનું નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસી નેતાઓ હતાશ થઈ ગયા છે અને તેઓ હંમેશા જ્ઞાતિવાદની રાજનીતિ કરે છે. જ્યારે ભાજપ સૌને સાથે લઈને ચાલે છે.
પરેશ ધાનાણીના નિવેદન મામલે ભરત બોઘરાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું, પટેલો હરખપદુડા નહીં બુધ્ધિશાળી છે. કોંગ્રેસને પણ પટેલોએ જ સત્તા આપી હતી. પરંતુ ગુંડાગીરી અને દાદાગીરીથી કંટાળીને પટેલો ગુજરાતમાં પરિવર્તન લાવ્યા. આજે ગુજરાતના 18 વર્ણ છેલ્લા 28 વર્ષથી ભાજપને સત્તામાં લાવે છે. ધાણાનીએ પટેલો અને ક્ષત્રિયોને ઉતાવળા ગણાવ્યાં હતા.
ભાજપના નેતા હિતેન્દ્ર પટેલે કહ્યું, કોંગ્રેસે ભાગલા પડવાની રાજનીતિ કરી છે. સરદાર સાહેબે દેશને એક કરવાનું કામ કર્યું, કોંગ્રેસે એમને અન્યાય કર્યો. કોઈ એક કોંગ્રેસી નેતા સ્ટેચ્યૂં ઓફ યુનિટી પર નતમસ્તક થયો હોય એવો એક ફોટો બતાવો. સરદાર સાહેબના નામે રાજનીતિ કોંગ્રેસ બંધ કરે. સરદાર સાહેબ વૈશ્વિક નેતા છે, કોઈ વાડામાં બાંધી શકાય એવું એમનું વ્યક્તિત્વ નથી. અમે વિકાસની રાજનીતિ કરીએ છીએ, બધાને સાથે લઈને આગળ વધવાની વાત કરીએ છીએ. જનતા કોંગ્રેસના ઇરાદાઓને ઓળખી ગઈ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526