(મૃતકની તસવીર)
4 વર્ષ પહેલા થયા હતા લગ્ન
સંતાન ન થતાં પત્નીએ મકરસંક્રાંતિએ ગળાફાંસો ખાધો હતો
Rajkot Crime News: રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પત્નીના મોતના વિરહમાં પતિએ પણ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું હતું. આપઘાત કરતાં પહેલા યુવકે વીડિયો બનાવ્યો હતો. આપઘાત કરનારા યુવકની પત્નીનું અઠવાડિયા પહેલા જ મોત થયું હતું અને હવે આજી ડેમ ચોકડી પાસે યુવરાજનગર-6માં રહેતા અનિલ ભૂપતભાઈ ડાભી (ઉ.વ. 30)એ મોડીરાત્રે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં તેમના પરિવારમાં શોક વ્યાપી ગયો છે. ગત મકરસંક્રાંતિએ તેમની પત્ની કાજલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેના વિયોગમાં અનિલે આ પગલું ભરી લીધાનું આજી ડેમ પોલીસ મથકની તપાસમાં બહાર આવ્યું છે.
આપઘાત કરનાર અનિલ પાંચ ભાઈ અને ચાર બહેનમાં મોટા હતા. કારખાનામાં કામ કરવાની સાથે છૂટક મજૂરી પણ કરતા હતો. ચાર વર્ષ પહેલાં તેમના લગ્ન કાલાવડના મૂળીલાની કાજલ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન સંતાન પ્રાપ્તિ નહીં થતા હતાશ થઇને કાજલે મકરસંક્રાંતિના દિવસે જ ગળાફાસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારથી અનિલને આઘાત લાગ્યો હતો. જેને કારણે ગૂમસૂમ રહેતા હતા.
આ જ કારણથી માતા ચંદાબેન તેને રાત્રે પોતાની બાજુમાં જ સૂવડાવતા હતા, રાત્રે બે વાગ્યાની આસપાસ ચંદાબેનની ઉંઘ ઉડતા તેણે બાજુમાં જોયું તો પુત્ર અનિલ પથારીમાં ન હતો. જેથી લાઇટ ચાલુ કરીને તપાસ કરતાં બાજુના છાપરામાં તે લટકતો મળી આવતા સ્તબ્ધ બની ગયા હતાં. આ પગલું ભરતા પહેલા અનિલે બે વીડિયો બનાવ્યાં હતા. જેમાં તે એવું બોલતા સંભળાય છે કે કાજલ મને બોલાવે છે એટલે હું જાવ છું, કાજલના ફૂલ કાલાવડ મારા સાસરિયામાંથી લઇ મને અગ્નિ સંસ્કાર આપો તેમાં રાખજો, મારા અને કાજલના ફૂલ દામોદરકુંડ સાથે પધરાવજો. ઉપરાંત પોતાની માતાનું ધ્યાન રાખવાનું પણ કહ્યું છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો