રાજકોટઃ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 30 લોકોનાં મોત થઇ ગયા છે. દરમિયાન મળતા સમાચાર મુજબ, રાજકોટથી સવારે 4:30 વાગ્યે એર એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહોને DNA ટેસ્ટ માટે ગાંધીનગર એફએસએલમાં મોકલવામાં આવ્યાંં છે. 48 કલાક બાદ રિપોર્ટ આવશે. 25 DNA સેમ્પલ ગાંધીનગર મોકલ્યાં છે. બે મૃતદેહોના સ્વજનો હજુ આવ્યાં નથી. જૂનાગઢથી સ્વજનો આવી રહ્યાં છે અને વિદેશથી આવેલા વ્યક્તિના કોઈ સંબંધી નથી આવ્યાં. AIIMS હોસ્પિટલમાં 16 મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યાં છે. 11 મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં સ્ટોરેજ કરવામાં આવ્યાં છે.
રાજકોટમાં બનેલી ગોઝારી દુર્ઘટના પર વિદેશ મંત્રી એસ જયશંકરે શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, રાજકોટમાં લાગેલી ભીષણ આગમાં થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કરુ છું. આ દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકો સાથે પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.
રાજકોટમાં લાગેલી ભીષણ આગમાં થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કરુ છું.
— Dr. S. Jaishankar (Modi Ka Parivar) (@DrSJaishankar) May 26, 2024
આ દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકો સાથે પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. https://t.co/LoiuKELxAM
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/