રાજકોટઃ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમા રોષ છે. રૂપાલાએ ઉમેદવારી પરત ન ખેંચતા ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. ક્ષત્રિય આંદોલનના બીજા ભાગનો આવતીકાલથી આરંભ થશે. જેને લઈને ધર્મરથનો રૂટ જાહેર કરવામાં આવ્યો છે. રાજકોટના પેલેસ રોડ આશાપુરા મંદિરથી ધર્મરથ શરૂ કરવામાં આવશે. ધર્મરથથી રાજકોટ, વાંકાનેર, જસદણ, જેતપુર, ગોંડલ સહિતના વિસ્તારોમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર ક્ષત્રિય સમાજ દ્વારા પ્રચાર કરવામાં આવશે.
ગુજરાત ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ કહ્યું, સવારથી કેટલાક માધ્યમોમાં સમાચાર ચાલે છે કે કોર કમિટી અને સંકલન સમિતિના સભ્યો કેસરિયો કરવાના છે. આ વાત ખોટી છે. આ તમામ સમાચારોને હું રદિયો આપું છું. સંકલન સમિતિનો કોઈ પણ સભ્ય ભાજપમાં જોડાશે નથી. અમારું આંદોલન ચાલુ જ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526
પોલીસ અધિકારીઓ તેમને ઓફિસ બોલાવીને સમાજને સમર્થન આપનારાને ધમકાવતા હોવાનો આરોપ લગાવીને કહ્યું, ગઈકાલે વડોદરામાં પોલીસ અધિકારીએ માલધારી સમાજના વ્યક્તિને આવા વીડિયો નહીં બનાવવા કહ્યું હતું. ગાંધીનગરમાં એક આઇપીએસ અધિકારીએ બોલાવ્યાં હતા અને કહ્યું હતું આવી સભાઓ બંધ કરી દો.
અમે 7 તારીખ પછી પણ બેસી રહેવાના નથી. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી આવનારી છે, અમે તમામ સમાજના ફેડરેશન બનાવવાના છીએ. કોઈ પક્ષ પ્રેરિત લોકો આ ફેડરેશનમાં નહીં હોય. અમે કોઈ પક્ષ નથી બનાવવાના, ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલ્યો નથી. અમારે કોઈ પક્ષ નથી બનાવવો, સંગઠન બનાવવું છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો