(રાજકોટ લોકસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ધઘાટન પ્રસંગે સંબોધન કરતા વજુભાઈ વાળા)
Latest Rajkot News: સી. જે. ચાવડા બાદ ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના હજુ કેટલાક નારાજ નેતાઓ રાજીનામું આપી શકે છે. ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાના આ દાવાથી કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં 26 લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘઘાટન પ્રસંગે રાજકોટમાં ઉપસ્થિત રહેલા વજુભાઈ વાળાએ કહ્યું, કોંગ્રેસની ઘણી વિકેટો ખરી છે અને હજુ પણ ખરશે અને કોંગ્રેસના મૂળિયા ઉખેડવાની કાર્યકર્તાઓને હાકલ કરીને કહ્યું કાર્યકર્તાઓ જ સાચું બળ છે.
વજુભાઈ વાળાએ કહ્યું કે 'મે ક્યારેય મગજમાં ગર્વનરનો વિચાર રાખ્યો નથી.' આજે આ ઉદ્ધઘાટન પ્રસંગે જે કાર્યકર્તાઓ તડકામાં ઉભા છે અને ખુરશીઓ ખૂટી પડી છે તે જ ભાજપની સાચી તાકાત અને સાચું બળ છે. તેમણે સંકેત પણ આપ્યાં હતા કે હજુ કોંગ્રેસમાંથી કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં મધ્યસ્થ કાર્યલયના ઉદ્ધઘાટન પ્રસંગે કર્ણાટકના પૂર્વ ગર્વનર અને ભાજપ નેતા વજુભાઈ વાળા ઉપરાંત રાજકોટ લોકસભા બેઠકના પ્રભારી આર.સી. ફળદુ, હાલના સાંસદ મોહનભાઈ કુંડારિયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ન જવાના કોંગ્રેસના નિર્ણ સામે નારાજગી વ્યક્ત કરી હતી. જેને લઈ તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાશે તેવી અટકળો થઈ રહી છે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો