અમરેલીથી સ્કૂટર લઈને રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- જીત મેળવીને પાછો આવીશ- Gujarat Post

08:07 PM Apr 16, 2024 | gujaratpost

અમરેલીઃ ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો માટે ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન યોજાશે. જેને લઈને હાલ ઉમેદવારીપત્રો ભરવામાં આવી રહ્યાં છે. અમરેલીમાં કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જ્યાં રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી હાજર રહ્યાં હતા. બાદમાં તેઓ ખભે બેગ ભરાવીને, સ્કૂટર લઈ રાજકોટ ચૂંટણી લડવા જવા રવાના થયા હતા. મોટી સંખ્યામાં કાર્યકરોએ ભારત માતા કી જય સાથે પરેશ ધાનાણીને વિદાય આપી હતી. કાઠિયાવાડી તળપદી ભાષામાં કાર્યકરોને અમરેલી બેઠકની ભલામણ કરી હતી. તેમણે કહ્યું, પ્રેમની પટ્ટી બાંધી રાજકોટના રણ મેદાનમાં માછલીની આંખ વીંધવા જાવ છું. પોતે શેઢા મોસમ લઈને પરત આવશે, એટલે કે વિજય મેળવીને જ પાછા આવશે.

નોંધનિય છે કે પરેશ ધાનાણી ભાજપના પરસોત્તમ રૂપાલા સામે મેદાને ઉતર્યાં છે, રાજકોટમાં રૂપાલાનો ક્ષત્રિય સમાજ જોરદાર વિરોધ કરી રહ્યો છે અને આ બેઠક પર બે દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડી રહ્યાં છે, ત્યારે હાલમાં તો આ બેઠક ચર્ચાનો વિષય બની છે.

આ પહેલા જેની ઠુમ્મર વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન ભરવા ટ્રેક્ટર લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યાં હતા. કોંગી ઉમેદવારે જીતની આશા વ્યકત કરી હતી. તેમણે કહ્યું,  ટ્રેક્ટર ખેડૂતનો સિમ્બોલ છે. ખેડૂતોને સ્વર્ગના સપના બતાવીને નરકમાં ધકેલવાનું કામ અને પાપ મોદી સરકારે કર્યું છે. ખેડૂતોનો અવાજ આ દીકરી બતાવશે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post