દિલ્હી- એનસીઆરમાં ભારે ઠંડી વચ્ચે કમોસમી વરસાદ

10:21 AM Jan 09, 2026 | gujaratpost

નવી દિલ્હીઃ દિલ્હી અને સમગ્ર ઉત્તર ભારતમાં હાલમાં ભારે ઠંડી પડી રહી છે. ગાઢ ધુમ્મસ અને ઠંડીને કારણે લોકોનું જીવન મુશ્કેલ બની રહ્યું છે. શુક્રવારે સવારે દિલ્હી-એનસીઆરમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. વરસાદથી ઠંડી વધુ તીવ્ર બનવાની ધારણા છે, જેના કારણે લોકોને અસુવિધા થઈ શકે છે. 

ગુરુવારે હવામાન કેવું રહ્યું ?

દિલ્હીમાં ગુરુવારે કડકડતી ઠંડીનો અનુભવ થયો છે. ગઈકાલે દિલ્હીમાં મહત્તમ તાપમાન 17.5 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સરેરાશ તાપમાનથી 1.5 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 5.8 ડિગ્રી સેલ્સિયસ હતું, જે આ વર્ષનું સૌથી ઓછું અને સામાન્ય કરતાં 1.1 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. હવામાન વિભાગે માહિતી આપી હતી કે ગુરુવારે દિલ્હીના સફદરજંગ અને પાલમ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. જેના કારણે વીજિબીલિટી ઓછી થઈ ગઈ હતી.

આજે હવામાન કેવું રહેશે ?

હવામાન વિભાગે શુક્રવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ માટે યલો એલર્ટ જારી કર્યો છે. શુક્રવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ગુરુવારે સવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં AQI માં થોડો સુધારો જોવા મળ્યો હતો. દિલ્હીમાં AQI 276 નોંધાયું હતું, જે ખરાબ શ્રેણીમાં આવે છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++