ગુજરાતમાં હવે 26ના બદલે 25 સીટ પર ચૂંટણી યોજાશે
રાજ્યમાં 7 મેના રોજ મતદાન યોજાશે
સુરતઃ સુરત લોકસભા બેઠક બિનહરીફ બની છે. લોકસભામાં (lok sabha elections 2024) ભાજપની પહેલી જીત થઈ છે. આ સાથે સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક બની છે. સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા બાદ તેમને સાંસદ તરીકેનું પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું.
સુરતના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થતાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને મોદી સરકાર પર પ્રહાર કર્યાં છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું, દેશની સામે ફરી એકવાર સરમુખત્યારનો અસલી ચહેરો આવી ગયો છે.
તેમણે કહ્યું કે લોકોનો તેમના નેતા પસંદ કરવાનો અધિકાર છીનવી લેવો એ બાબા સાહેબ આંબેડકરના બંધારણને નષ્ટ કરવા તરફનું બીજું પગલું છે. હું ફરી એકવાર કહી રહ્યો છું કે આ માત્ર સરકાર બનાવવાની ચૂંટણી નથી. આ દેશને બચાવવા અને બંધારણની રક્ષા માટેની ચૂંટણી છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેષ કુંભાણીનું ફોર્મ રદ્ કરી દેવામાં આવતા કોંગ્રેસમાં રોષ વ્યાપી ગયો છે.
तानाशाह की असली 'सूरत’ एक बार फिर देश के सामने है!
— Rahul Gandhi (@RahulGandhi) April 22, 2024
जनता से अपना नेता चुनने का अधिकार छीन लेना बाबा साहेब अंबेडकर के संविधान को खत्म करने की तरफ बढ़ाया एक और कदम है।
मैं एक बार फिर कह रहा हूं - यह सिर्फ सरकार बनाने का चुनाव नहीं है, यह देश को बचाने का चुनाव है, संविधान की…
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો