+

કેન્દ્રીય મંત્રી બાદ હવે યુપીના મંત્રીનો પણ પ્રહાર...રાહુલ ગાંધીને ગણાવ્યાં દેશના નંબર-1 આતંકવાદી

ઉત્તરપ્રદેશઃ કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ બાદ હવે ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી રઘુરાજ સિંહે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આતંકવાદી ગણાવતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાહુ

ઉત્તરપ્રદેશઃ કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ બાદ હવે ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી રઘુરાજ સિંહે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આતંકવાદી ગણાવતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી દેશના નંબર વન આતંકવાદી છે કારણ કે તેઓ આ દેશના ભાગલા પાડવા માંગે છે. તેમને દેશ સાથે કોઈ લેવાદેવા નથી.

યુપી સરકારમાં શ્રમ અને રોજગાર મંત્રી રઘુરાજ સિંહે કહ્યું કે આ લોકો ઈટાલીથી ભારતને લૂંટવા આવ્યાં છે. તેથી જ તેઓ આતંકવાદી છે. તેમને ભારત સાથે કોઈ લેવાદેવા નથી. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે મહાત્મા ગાંધીએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે આફ્ટર ફ્રીડમ ડિસ્પર્સ ધ કોંગ્રેસ જેનો અર્થ છે કે આઝાદી મળ્યા બાદ કોંગ્રેસને ખતમ કરી દેવી જોઈએ.

અંગ્રેજો મરી ગયા અને બાળકો પાછળ છોડી ગયા: રઘુરાજ સિંહ

રઘુરાજ સિંહે કહ્યું રાહુલ ગાંધી આ દેશના નંબર વન આતંકવાદી છે. કારણ કે તેમણે આ દેશના ભાગલા પાડ્યાં અને રાજ કર્યું. અંગ્રેજો મરી ગયા અને બાળકો છોડી ગયા. તેમનો કોઈ ધર્મ નથી. બાબા મુસ્લિમ હતા, પિતા પછી ખ્રિસ્તી બન્યાં અને ખ્રિસ્તી સાથે લગ્ન કર્યાં. તે ન તો મુસ્લિમ હતા, ન હિંદુ, ન ખ્રિસ્તી, ન શીખ. આવી આ પાંચમી જ્ઞાતિ બની છે. તેમને કોઈની સાથે લેવાદેવા નથી. તેમને ભારત સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ ભારતને લૂંટવા માટે લૂંટારાના રૂપમાં આવ્યાં છે. એટલા માટે તે નંબર વન આતંકવાદી છે.

કેન્દ્રીય મંત્રીએ પણ રાહુલ ગાંધીને આતંકવાદી કહ્યાં

આ પહેલા કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ રાહુલ ગાંધીને દેશના નંબર વન આતંકવાદી કહ્યાં હતા. તેમણે કહ્યું, રાહુલ ગાંધીએ શીખોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો છે, શીખો કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી અને આ એક ચીનગારી ઉભી કરવાનો પ્રયાસ છે, રાહુલ ગાંધી દેશના નંબર વન આતંકવાદી છે. રવનીત સિંહ બિટ્ટુએ અમેરિકામાં શીખોને લઈને રાહુલ ગાંધીના નિવેદનને લઈને આ વિવાદાસ્પદ વાત કહી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter