મુંબઈઃ અલ્લુ અર્જુન અભિનીત પુષ્પા-2 એ બીજા સપ્તાહે પણ બોક્સ ઓફિસ પર ધમાકો મચાવી દીધો હતો. રવિવારે ફિલ્મે તગડી કમાણી કરી હતી. 11 દિવસે થિયેટર્સમાં ફિલ્મએ એવું કલેકશન કર્યું છે, જેવું અત્યાર સુધી કોઈ ફિલ્મ કરી શકી નથી. ફિલ્મે બીજા રવિવારે સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો અને હવે હિન્દી સિનેમાની ત્રીજી સૌથી મોટી ફિલ્મ બની હતી.
બીજા રવિવાર એટલે કે 11મા દિવસે 55 કરોડ રૂપિયાનું કલેકશન કર્યું હતું. 11મા દિવસે ફિલ્મની આટલી કમાણી ખરેખર મોટી વાત છે. શનિવારે ફિલ્મે 46 કરોડ રૂપિયા અને શુક્રવારે 27.50 કરોડ રૂનો વકરો કર્યો હતો.
હિન્દી ફિલ્મોના ઈતિહાસમાં માત્ર 3 ફિલ્મો જ આવો શાનદાર વકરો કરી શકી છે. પુષ્પા 2 એ 11 દિવસમાં 562 કરોડ રૂપિયાનું નેટ કલેકશન કર્યું છે. હવે ગદર-2, પઠાણ અને બાહુબલી 2થી વઘારે કલેકશન કરી ચૂકી છે. સ્ત્રી 2 (રૂ. 627 કરોડ) અને જવાન (રૂ. 584 કરોડ) બાદ ત્રીજી સૌથી મોટી ફિલ્મ બની છે.પુષ્પા-2 અત્યાર સુધીમાં 500 કરોડથી વધુનો વકરો કરી ચૂકી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++