પેશાવરઃ પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ફરી એકવાર સુરક્ષાકર્મીઓને નિશાન બનાવવામાં આવ્યાં છે. અહીં એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલા વાહનને જોઈન્ટ ચેકપોસ્ટ પર ટક્કર મારી હતી, જેમાં 12 સૈનિકો માર્યા ગયા છે. બુધવારે માહિતી આપતાં સેનાએ કહ્યું કે ત્યારપછી થયેલા એન્કાઉન્ટરમાં છ આતંકવાદીઓ ઠાર કરાયા છે.
સેનાએ શું કહ્યું ?
પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (આઈએસપીઆર) એ જણાવ્યું કે, આતંકવાદીઓએ મોડી રાત્રે બન્નુ જિલ્લાના મલીખેલ વિસ્તારમાં એક સંયુક્ત ચેક પોસ્ટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ પોસ્ટમાં પ્રવેશવાના તેમના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આત્મઘાતી વિસ્ફોટને કારણે દિવાલનો એક ભાગ તૂટી પડ્યો હતો. પરિણામે 10 સુરક્ષા દળો અને બે ફ્રન્ટિયર કોન્સ્ટેબલરીના કર્મચારીઓ સહિત 12 સુરક્ષા કર્મચારીઓનાં મોત થયા હતા.
સેનાએ કહ્યું કે સામે થયેલા ગોળીબારમાં છ આતંકીઓ માર્યા ગયા છે. દેશના નાગરિક અને સૈન્ય નેતૃત્વએ મંગળવારે બલૂચિસ્તાનમાં આતંકવાદી સંગઠનો વિરુદ્ધ વિશાળ સૈન્ય કાર્યવાહીને મંજૂરી આપ્યાંના એક દિવસ બાદ આ હુમલો થયો છે. સુરક્ષા દળો અને કાયદા અમલીકરણ એજન્સીઓએ કહ્યું કે તેઓ આતંકવાદના જોખમને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. સમગ્ર દેશમાં ખાસ કરીને બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક વર્ષમાં આતંકી હુમલા વધ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/