+

આવા ગદ્દારોને સજા કરો...પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન અને આતંકવાદીઓનો આભાર માનનારા નૌશાદની ધરપકડ

જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદીઓએ ભારત પર મોટો હુમલો કરીને પડકાર ફેંક્યો છે, હુમલામાં 27 નિર્દોષ લોકોનાં મોત થઇ ગયા છે અનેક પરિવારો આજે રડી રહ્યાં છે, દેશ આજે આતંકવાદીઓના ખાત્માની માંગ કરી રહ્યો છે, આ બધાની વ

જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદીઓએ ભારત પર મોટો હુમલો કરીને પડકાર ફેંક્યો છે, હુમલામાં 27 નિર્દોષ લોકોનાં મોત થઇ ગયા છે અનેક પરિવારો આજે રડી રહ્યાં છે, દેશ આજે આતંકવાદીઓના ખાત્માની માંગ કરી રહ્યો છે, આ બધાની વચ્ચે દેશમાં ગદ્દારો પણ છે જે આ હુમલા બાદ ખુશી વ્યક્ત કરીને આતંકવાદીઓનો આભાર માની રહ્યાં છે.

લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ આ હુમલાને અંજામ આપ્યો છે ત્યારે મોહમંદ નૌશાન નામના શખ્સે આંતકી કૃત્યની પ્રસંશા કરી છે, જેથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની ઝારખંડના બોકારોના મખદુમપુરથી ધરપકડ કરી લેવામાં આવી છે.

નૌશાદે એક્સ પર ઉર્દૂમાં લખ્યું હતું, ‘શુક્રિયા પાકિસ્તાન, શુક્રિયા લશ્કર-એ-તૈયબા, અલ્લાહ તમને હંમેશા ખુશ રાખે. આમીન, આમીન. અમને વધુ ખુશી થાય જો આરએસએસ, ભાજપ, બજરંગ દળ અને મીડિયા પર નિશાન સાધવામાં આવે.’ સાથે જ તેણે ત્રણ સ્માઇલી ઇમોજી મૂકીને પોતાની ખુશી દર્શાવી હતી. તેના પછી પણ તેણે અનેક ઉશ્કેરણીભર્યા ટ્વીટ કર્યા જેમાં ઘણી વાંધાજનક બાબતો લખી હતી. હવે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

35 વર્ષીય નૌશાદે બિહારના મદરેસામાં કુરાનની તાલીમ લઈને ડિગ્રી મેળવી છે. તે પિતાની સાથે બોકારોમાં રહે છે. તેનો એક ભાઇ દુબઇમાં રહે છે, જેના નામે અલોટ કરાયેલા સિમ કાર્ડથી નૌશાદ ઇન્સ્ટાગ્રામ, એક્સ અને ફેસબુક ચલાવે છે. સમગ્ર દેશ હુમલામાં માર્યા ગયેલા લોકોને લઇને દુખમાં ડૂબ્યો હતો ત્યારે તે આતંકવાદીઓની પ્રસંશા કરતો હતો.

Trending :
facebook twitter