26 મેના રોજ પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે
સવારે વડોદરા અને સાંજે અમદાવાદમાં રોડ શો કરશે
અમદાવાદઃ ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત આવશે. 26 મેના રોજ પીએમ મોદી સાંજે અમદાવાદ આવશે. અને અમદાવાદમાં રોડ શો કરશે.
અમદાવાદમાં મોદીનો એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીનો ભવ્ય રોડ શો યોજાશે. ઓપરેશન સિંદૂરની સફળતાને લઈ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા, નેતાઓ ઉપસ્થિત રહેશે. ભાજપ શહેર પ્રમુખના જણાવ્યાં મુજબ, રોડ શોના રૂટ પર રાફેલ, બ્રહ્મોસના ટેબલો મૂકવામાં આવશે. રોડ શોમાં સમગ્ર રૂટ ઉપર તિરંગા લગાવવામાં આવશે. ઓપરેશન સિંદૂરની સફળતાને લઈને દેશભક્તિની ભાવના જાગે તેને લઈ હાથમાં બેનરો સાથે લોકો ઉપસ્થિત રહેશે. વિવિધ ધર્મ સમાજ સંસ્થાના લોકો આ રોડ શોમાં જોડાશે. વિવિધ 19 નાના-મોટા સ્ટેજ બનાવવામાં આવશે. જ્યાં ભારતીય સેનાને બિરદાવવા માટે લોકો ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાનના રોડ શોમાં ભાજપના તમામ કોર્પોરેટરો અને શહેર સંગઠન દ્વારા દરેક વિસ્તારમાંથી લોકોને રોડ શોમાં લાવવા માટે એએમટીએસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ સહિત ધારાસભ્યો, શહેર સંગઠનના હોદ્દેદારો, મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ સહિતના નેતાઓ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના અધિકારીઓ દ્વારા રોડ શોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++