+

પીએમ મોદી અમદાવાદ પહોંચ્યાં, મતદાનને લનેઈ ટ્વિટ કરીને કહી આ વાત- Gujarat Post

અમદાવાદઃ ગુજરાતમાં 7 મેના રોજ ત્રીજા તબક્કા અંતર્ગત 25 બેઠકો પર મતદાન છે, ગુજરાત સહિત દેશની 94 બેઠકો પર આ મતદાન છે.  અનેક દિગ્ગજો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને અનેક નેતાઓના ભાવિ ઈવીએમમાં કેદ થ

અમદાવાદઃ ગુજરાતમાં 7 મેના રોજ ત્રીજા તબક્કા અંતર્ગત 25 બેઠકો પર મતદાન છે, ગુજરાત સહિત દેશની 94 બેઠકો પર આ મતદાન છે.  અનેક દિગ્ગજો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને અનેક નેતાઓના ભાવિ ઈવીએમમાં કેદ થશે. પીએમ મોદી લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા સોમવારે સાંજે જ અમદાવાદ આવી પહોંચ્યા છે.

તેઓ ઓડિશા અને આંધ્રપ્રદેશમાં કાર્યક્રમો બાદ રાત્રે ગુજરાત પહોંચ્યાં હતા. 7મી મેના રોજ સવારે અમદાવાદમાં મતદાન થવાનું છે. મોદીએ અપીલ કરી કે  હું રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા તમામને વિનંતી કરું છું.

વડાપ્રધાન મોદી સાતમી તારીખે સવારે 7.30 કલાકની આસપાસ મતદાન કરી શકે છે.ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શીલજ ગામમાં મતદાન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે. મોદી સવારે મતદાન કરી ગુજરાત સહિત ત્રીજા તબક્કામાં આવનારા રાજ્યોના મતદારોને લોકશાહીના પર્વમાં મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરીને પાછા જશે. વડાપ્રધાન મોદીની જેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સવારે 10 વાગ્યે નારણપુરા અંકુરમાં આવેલી મ્યુનિસિપલ કચેરીએ મતદાન કરશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter