કેવડિયાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને મહાન રાષ્ટ્રનિર્માતાને નમન કર્યા હતા. 31 ઓક્ટોબરના રોજ, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે તેઓ સ્ટેચ્યૂં ઓફ યુનિટી પહોંચ્યાં હતા.
મોદી સવારે 8:10 વાગ્યે કેવડિયા સ્થિત સ્ટેચ્યૂં ઓફ યુનિટી ખાતે પહોંચ્યાં હતા અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને યાદ કર્યાં હતા.
શ્રદ્ધાંજલિ બાદ વડાપ્રધાન હવે એકતા પરેડમાં હાજરી આપશે અને દેશને સંબોધન કરશે. આ પહેલા મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલના જીવન અને ભારતના એકીકરણમાં તેમના યોગદાનને યાદ કરતો વીડિયો શેર કર્યો હતો.
મોદીએ સરદાર પટેલની જન્મજયંતિની પૂર્વસંધ્યાએ એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. તેમણે કહ્યું કે તે રાષ્ટ્ર નિર્માતા સરદાર પટેલને સમર્પિત છે, મોદી કેવડિયામાં સરદાર પટેલના પરિવારના સભ્યોને પણ મળ્યાં હતા અને કહ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણમાં લોખંડી પુરુષનું યોગદાન અવિસ્મરણીય છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++