+

ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય- Gujarat Post

(સરકારના ઠરાવની નકલ) ગાંધીનગરઃ ઠાકોર સમાજને લઈ મોટા સમાચાર સામે આવ્યાં છે. સાંસદ ભરતસિંહ ડાભીએ કરેલી રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા એક ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. જે મુજબ ગુજરાત સરકાર દ્વારા

(સરકારના ઠરાવની નકલ)

ગાંધીનગરઃ ઠાકોર સમાજને લઈ મોટા સમાચાર સામે આવ્યાં છે. સાંસદ ભરતસિંહ ડાભીએ કરેલી રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા એક ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. જે મુજબ ગુજરાત સરકાર દ્વારા ભૂતપૂર્વ મજૂર, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગના તથા  સરકારના વખતોવખતના ઠરાવોથી કુલ-146 જાતિઓનો ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ યાદીમાં ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા, બારીયા, પગી જાતિનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સમાજના લોકો ઠાકરડા શબ્દપ્રયોગથી અપમાન અને તિરસ્કારની લાગણી અનુભવતા હોવાની રજૂઆતો સરકારને મળી હતી, આથી, આ સમાજના લોકોનું માન જળવાય તે માટે ઠાકરડા શબ્દ પર પ્રતિબંધ મૂકીને તેને સ્થાને ઠાકોર શબ્દ પ્રયોજવામાં આવે તે અંગેની સૂચનાઓ પ્રસિદ્ધ કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. જેના પર વિચાર કરીને ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો. જે મુજબ આ જાતિના નાગરિકોએ તેમના બાળકોના શાળા પ્રવેશ વખતે જાતિ તરીકે ઠાકરડા લખાવ્યું હોય ત્યાં તથા મહેસૂલી રેકર્ડમાં પણ જ્યાં ઠાકરડા તરીકે ઉલ્લેખ થયેલ હોય તો તેના સ્થાને ઠાકોર સમજવાનું રહેશે. 

facebook twitter