+

નાઇજીરીયામાં આતંકવાદીઓ શાળામાં ઘૂસી ગયા, 200 થી વધુ વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકોને બંધક બનાવ્યાં

 નાઇજીરીયાઃ દક્ષિણ આફ્રિકન દેશ નાઇજીરીયામાં શુક્રવારે સવારે પશ્ચિમી પ્રાંતમાં બંદૂકધારી આતંકીઓએ એક કેથોલિક સ્કૂલ પર હુમલો કર્યો હતો. બંદૂકધારીઓએ શાળાની અંદર લગભગ 215 વિદ્યાર્થીઓ અને 12

 નાઇજીરીયાઃ દક્ષિણ આફ્રિકન દેશ નાઇજીરીયામાં શુક્રવારે સવારે પશ્ચિમી પ્રાંતમાં બંદૂકધારી આતંકીઓએ એક કેથોલિક સ્કૂલ પર હુમલો કર્યો હતો. બંદૂકધારીઓએ શાળાની અંદર લગભગ 215 વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકોને બંધક બનાવ્યાં છે .અધિકારીઓએ આ ઘટનાની માહિતી આપી હતી. જે પડોશી રાજ્યમાં બંદૂકધારીઓએ 25 વિદ્યાર્થીનીઓનું અપહરણ કર્યાના થોડા દિવસો પછી જ બની છે.

સેન્ટ મેરી સ્કૂલ પર હુમલો

આ ઘટના અંગે સરકારના સચિવ અબુબકર ઉસ્માનએ જણાવ્યું કે હુમલો અને અપહરણ અગવારામાં આવેલી સેન્ટ મેરી સ્કૂલમાં થયું હતું. તેમણે બંધક બનાવેલા વિદ્યાર્થીઓ અને સ્ટાફની સંખ્યા વિશે કોઈ માહિતી શેર કરી નથી. સ્થાનિક ટીવી ચેનલ એરાઇઝ ટીવીએ અહેવાલ આપ્યો છે કે 215 વિદ્યાર્થીઓને બંધક બનાવવામાં આવ્યા છે. આ ઘટનાની જવાબદારી કોઈ જૂથે લીધી નથી.

સુરક્ષા દળો તૈનાત

નાઇજર રાજ્ય પોલીસના જણાવ્યાં અનુસાર અપહરણની ઘટના વહેલી સવારે બની હતી અને ત્યારથી લશ્કરી અને સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. સેન્ટ મેરી સ્કૂલ નાઇજીરીયામાં 12 થી 17 વર્ષની વયના બાળકોને શિક્ષણ પૂરું પાડે છે. સેટેલાઇટ છબીઓ દર્શાવે છે કે શાળા કેમ્પસ, નજીકની પ્રાથમિક શાળા સાથે જોડાયેલ છે, જેમાં 50 થી વધુ વર્ગખંડો અને શયનગૃહો છે.

પરિવારજનોએ શું કહ્યું ?

62 વર્ષીય દૌદા ચેકુલાએ જણાવ્યું કે અપહરણ કરાયેલા સ્કૂલના બાળકોમાં તેમના ચાર પૌત્રો છે. જેમની ઉંમર 7 થી 10 વર્ષની વચ્ચે છે. અમને ખબર નથી કે હાલમાં શું થઈ રહ્યું છે, સવારથી અમને કંઈ સાંભળવા મળ્યું નથી. જો કે કેટલાક બાળકો ભાગી છૂટવામાં સફળ રહ્યાં હતા, અમને ફક્ત એટલી જ માહિતી મળી રહી છે કે હુમલાખોરોએ અનેક બાળકોને બંધક બનાવ્યાં છે.

રાજ્ય સરકારે નિવેદન બહાર પાડ્યું

નાઇજર રાજ્ય સરકારના સચિવના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વધતા જોખમોની અગાઉની ગુપ્તચર ચેતવણીઓ છતાં અપહરણ થયું હતું. દુર્ભાગ્યવશ સેન્ટ મેરી સ્કૂલે રાજ્ય સરકારને જાણ કર્યા વિના કે મંજૂરી મેળવ્યાં વિના શૈક્ષણિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી હતી, જેના કારણે વિદ્યાર્થીઓ અને સ્ટાફને અનિવાર્ય જોખમોનો સામનો કરવો પડ્યો છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter