Navratri 2024: પીએમ મોદી, સીએમ ભૂપેન્દ્ર પટેલે પાઠવી નવરાત્રિની શુભકામનાઓ- Gujarat Post

09:53 AM Oct 03, 2024 | gujaratpost

(file photo)

ગુજરાત સહિત દેશભરમાં મંદિરોમાં દર્શન માટે શ્રદ્ધાળુઓ વહેલી સવારથી ઉમટ્યાં

Happy Navratri 2024: આજથી નવલી નવરાત્રિનો શુભારંભ થઈ રહ્યો છે. શકિતની ભકિતનો અનન્ય મહિમા ધરાવતા વર્ષના સૌથી લાંબા તહેવારની ભકિતમય માહોલમાં પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી કરાશે. નવરાત્રિને લઈને પીએમ મોદી, સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓએ શુભકામના પાઠવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર લખ્યું, માઁ આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. માતાજીની કૃપા આપણા સૌ પર બની રહે અને તપ, સંયમ, શીલ, સદાચાર થકી આ પર્વ સૌના જીવનમાં નવી ઊર્જા અને ઉત્સાહ લઈને આવે તેવી પ્રાર્થના.

પીએમ નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, સમગ્ર દેશવાસીઓને નવરાત્રિના હાર્દિક શુભકામના. શક્તિ-વંદનાને સમર્પિત આ પાવન પર્વ દરેક માટે શુભકારી સાબિત થાય તેવી કામના. જય માતાજી.

નવરાત્રિના 9 દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાની પૂજા કરવાથી સાધકની દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે ઘટસ્થાપન પર ત્રણ દુર્લભ અને શુભ યોગો રચાઈ રહ્યાં છે. આ યોગોમાં વિશ્વની દેવી દુર્ગાની પૂજા કરવાથી સાધકને શાશ્વત ફળ મળે છે. નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર માતા શૈલપુત્રી હિમાલયરાજની પુત્રી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526