+

Breaking News: ભાજપ કાર્યાલય પહોંચેલા મોદી-શાહના ચહેરા પર દેખાઇ ચિંતા, મોદીએ કહ્યું અમે ત્રીજી વખત સરકાર રચીશું

મોદીએ કહ્યું કે મારી માતાના મૃત્યું પછી આ મારી પહેલી ચૂંટણી, દેશની લાખો માતાઓએ મને પ્રેમ આપ્યો જનતાનો મોદીએ માન્યો આભાર નવી દિલ્હીઃ ભાજપને સ્પષ્ટ બહુમતિ નથી મળી અને મોદીની લોકપ્રિયતા ઓછી થઇ હોવા

મોદીએ કહ્યું કે મારી માતાના મૃત્યું પછી આ મારી પહેલી ચૂંટણી, દેશની લાખો માતાઓએ મને પ્રેમ આપ્યો

જનતાનો મોદીએ માન્યો આભાર

નવી દિલ્હીઃ ભાજપને સ્પષ્ટ બહુમતિ નથી મળી અને મોદીની લોકપ્રિયતા ઓછી થઇ હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે, આ બધાની વચ્ચે મોદી, અમિત શાહ, રાજનાથસિંહ, જે.પી.નડ્ડા સહિતના નેતાઓ દિલ્હીમાં ભાજપ કાર્યાલય પહોંચ્યાં હતા, ત્યાં પીએમ મોદીએ જય જગન્નાથ અને વંદે માતરમથી ભાષણની શરૂઆત કરી હતી, મોદીએ કહ્યું કે ત્રીજી વખત અમારી સરકાર બની રહી છે.

મોદી- શાહના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઇ રહી હતી, તેમ છંતા મોદીએ કહ્યું કે એનડીએ ફરીથી ત્રીજી વખત સત્તા પર આવી રહી છે, મોદીએ મતદાનોનો આભાર માન્યો અને ચૂંટણીપંચની પણ પ્રસંશા કરી હતી.

મોદીએ કહ્યું કે ઓડિસ્સામાં પહેલી વખત ભાજપની સરકાર હશે, અહીં નવીન પટનાયકની હાર થઇ છે. મોદીએ કહ્યું કે ભગવાન જગન્નાથના આર્શીવાદ અમારી સાથે છે. કેરળ અને તેલંગાણામાં પણ ભાજપને ફાયદો થયો હોવાની વાત મોદીએ કરી, દિલ્હી, ઉત્તરાખંડ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાનમાં ક્લીન સ્વીપની વાત મોદીએ કરી, મોદીએ આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને સિક્કીમ વિધાનસભા ચૂંટણીને લઇને જનતાનો આભાર માન્યો હતો.

મોદીએ વિરોધીઓ અને કોંગ્રેસની ઝાટકણી કાઢીને કહ્યું કે મોદી હજુ ત્રીજી ટર્મમાં મોટા નિર્ણયો લેશે, એનડીએ સરકાર હજુ આકરા નિર્ણયો કરશે, આ મોદીની ગેરંટી છે, અમે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યાં છે, આ એક મોટો રેકોર્ડ છે, એસટી એસસી અને ઓબીસી માટે સરકારે આ કામો કર્યાં છે, જ્યાં સુધી ગરીબીને મીટાવી નહીં દઇએ ત્યાં સુધી અમે રોકાવાના નથી.

 

 

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter