(ફાઇલ ફોટો)
અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં પશ્ચિમી અંતરને કારણે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. જેના કારણે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના અનેક જિલ્લાઓના તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થવાની આશંકા છે. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે. પરંતુ વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
જાણો કયા જિલ્લામાં કેટલી ગરમી છે
વરસાદી સિસ્ટમ સર્જાવાથી ગરમીમાંથી આંશિક રાહત મળશે અને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થશે. મોટાભાગના શહેરોમાં તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 40.8 ડિગ્રી, અમરેલીમાં 40.3 ડિગ્રી, અમરેલીમાં 40.3 ડિગ્રી, રાજકોટમાં 40.8 ડિગ્રી, અમદાવાદમાં 39.7 ડિગ્રી, ગાંધીનગરમાં 39.0 ડિગ્રી, ડિસામાં 38.0 ડિગ્રી નોંધાયું છે.
આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
હાલ સમગ્ર રાજ્યમાં આકરી ગરમી જોવા મળી રહી છે. રાજ્યનું તાપમાન 41 ડિગ્રીને પાર થઇ જતા વરસાદી સિસ્ટમ સર્જાતા ગરમીમાંથી આંશિક રાહત મળશે. પરંતુ, ખેડૂતોની ચિંતા પણ વધશે. ગુજરાતના તાપી, નર્મદા, સુરત, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526