નવી દિલ્હીઃ મેટલ કિંગ તરીકે જાણીતા વેદાંત ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના મોટા પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું 49 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે અમેરિકાના ન્યૂયોર્કમાં અંતિમ શ્વાસ લીધા હતા. અનિલ અગ્રવાલે તેમના મોટા પુત્રના મોતની માહિતી શેર કરી છે. અનિલના મોટા દીકરા અગ્નિવેશે તેમના પિતાના માર્ગદર્શન હેઠળ ફુજેરાહ ગોલ્ડ જેવી કંપનીની સ્થાપના કરી હતી અને હિન્દુસ્તાન ઝિંક જેવી દિગ્ગજ કંપનીમાં ચેરમેનનું પદ પણ સંભાળ્યું હતું. અનિલ અગ્રવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના પુત્રની યાદમાં એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે અને પોતાના પુત્ર વિશે ઘણી વાતો જણાવી છે.
અમેરિકામાં મિત્રો સાથે સ્કીઇંગ કરતી વખતે આ અકસ્માત થયો
મૂળ બિહારના અનિલ અગ્રવાલે જણાવ્યું કે અગ્નિવેશ અમેરિકામાં તેના મિત્રો સાથે સ્કીઇંગ કરવા ગયા હતા. જ્યાં તેમનો અકસ્માત થયો. તેમને ન્યૂયોર્કની માઉન્ટ સિનાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા, જ્યાં તેમની તબિયત સારી થઈ રહી હતી. જોકે, બુધવારે તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમનું અવસાન થયું છે.
અગ્નિવેશનો જન્મ 1976માં પટનામાં થયો હતો
અગ્નિવેશનો જન્મ 3 જૂન, 1976 ના રોજ પટનામાં એક મધ્યમ વર્ગના બિહારી પરિવારમાં થયો હતો. તેમણે અજમેરની પ્રખ્યાત માયો કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમના પિતાના માર્ગદર્શન હેઠળ, તેમણે વ્યવસાયની જટિલતાઓ શીખી, તેમના ઘણા શોખને પણ અનુસર્યા. અગ્નિવેશ એક બોક્સિંગ ચેમ્પિયન, ઉત્સાહી ઘોડેસવાર અને પ્રતિભાશાળી સંગીતકાર હતા. મેટલ કિંગે કહ્યું કે તેમનો મોટો દીકરો ખૂબ જ સરળ વ્યક્તિ હતો અને હંમેશા તેના મિત્રો અને ઓફિસના સાથીદારો સાથે રહેતો હતો.
મારા દીકરાનું સપનું ભારતને આત્મનિર્ભર બનાવવાનું હતું
અનિલ અગ્રવાલે પોતાની પોસ્ટમાં લખ્યું, મારું અને અગ્નિનું સ્વપ્ન ભારતને આત્મનિર્ભર બનાવવાનું હતું. તે હંમેશા કહેતા, પપ્પા, આપણા દેશમાં શું નથી ? તો આપણે કોઈથી પાછળ કેમ રહીએ ? અમારી દિલની ઈચ્છા છે કે દેશમાં કોઈ બાળક ભૂખ્યું ન સૂવે, કોઈ બાળક અભણ ન રહે, દરેક મહિલા પોતાના પગ પર ઉભી રહે અને બધા યુવાનોને રોજગાર મળે. મેં અગ્નિવેશને વચન આપ્યું હતું કે અમારી પાસે જે કંઈ ભંડોળ હશે તે અમે ફાળો આપીશું. હું તે આવકનો 75 ટકાથી વધુ ભાગ સામાજિક કાર્યમાં ખર્ચ કરીશ. આજે, હું તે વચનનો પુનરાવર્તિત કરું છું. હવે હું વધુ સરળ જીવન જીવીશ અને મારું બાકીનું જીવન આ કાર્યમાં સમર્પિત કરીશ.
Today is the darkest day of my life.
— Anil Agarwal (@AnilAgarwal_Ved) January 7, 2026
My beloved son, Agnivesh, left us far too soon. He was just 49 years old, healthy, full of life, and dreams. Following a skiing accident in the US, he was recovering well in Mount Sinai Hospital, New York. We believed the worst was behind us.… pic.twitter.com/hDQEDNI262
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/