મહેસાણાઃ બાંધકામ સાઈટ પર માટી ધસી પડતા 9 મજૂરોનાં મોત થયા છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી. કડી તાલુકાના જાસલપુર ગામમાં સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ.માં કામ કરતી વખતે માટીની ભેખડ પડતાં 9 મજૂરો દટાયા હતા, જાસલપુર ગામમાં એક કારખાના માટે અન્ડરગ્રાઉન્ડ ટાંકી માટે કામદારો ખાડો ખોદી રહ્યાં હતા. દરમિયાન માટી અંદર ધસી ગઈ અને કામદારો તેની નીચે દટાઈ ગયા હતા. એક અધિકારીએ જણાવ્યું કે હજુ બે થી ત્રણ મજૂરો અંદર ફસાયા હોવાની આશંકા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી છે.
છ મૃતદેહ મળી આવ્યાં હતા
આ ઘટના બપોરે 1.45 વાગ્યે બની હતી. એક ખાનગી કંપનીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. તે સમયે અચાનક માટી ધસી પડતા 9-10 લોકો ફસાયા હતા, જેમાંથી 19 વર્ષના યુવકને જીવતો બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે JCBની મદદથી મૃતદેહો બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
પીએમ મોદીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું
પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે મહેસાણામાં દિવાલ ધરાશાયી થવાથી થયેલ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યાં છે તેમના પ્રત્યે સંવેદના વ્યકત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ સાથે હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાથના કરું છું. મૃતકોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીએ પણ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે મહેસાણામાં દિવાલ પડવાના લીધે થયેલ જાનહાનિની ઘટના અત્યંત દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. તંત્ર દ્વારા ઈજાગ્રસ્તોના બચાવ અને ઝડપી સારવાર માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકારે આ દુર્ઘટનામાં પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂપિયા 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526