હાથકડી પહેરાવી, અંગૂઠા ઉપર કર્યા... માદુરોને ન્યૂયોર્ક લાવવામાં આવ્યાં, નવો ફોટો સામે આવ્યો

09:59 AM Jan 04, 2026 | gujaratpost

ન્યૂયોર્કઃ અમેરિકન સૈન્યએ વેનેઝુએલા પર હુમલો કર્યો છે અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરી છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા હાલ પૂરતું વેનેઝુએલાનું શાસન સંભાળશે. આ પહેલા ટ્રમ્પે માદુરોનો હાથકડી અને આંખે પાટા બાંધેલો ફોટો શેર કર્યો હતો.

જેમાં તેઓ અમેરિકાના યુદ્ધ જહાજ પર સવાર હતા. આ દરમિયાન, લેટિન અમેરિકા, યુરોપ, રશિયા અને ચીન સહિત અનેક દેશોએ વેનેઝુએલા પર અમેરિકાના હુમલાની નિંદા કરી અને તણાવ ઓછો કરવા અપીલ કરી છે, કારાકાસમાં થયેલા યુએસ હુમલામાં 40 લોકોના મોત થયાના અહેવાલ છે.

અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો હેલિકોપ્ટર દ્વારા ન્યૂયોર્કના મેનહટન પહોંચ્યાં હતા. ત્યારબાદ તેમને સશસ્ત્ર મોટર કાફલામાં ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (DEA) ઓફિસમાં લઈ જવામાં આવ્યા છે. માદુરો પર ડ્રગ હેરફેર અને નાર્કો- આતંકવાદના ગંભીર આરોપો છે.

યુએસ સત્તાવાળાઓ દ્વારા નિકોલસ માદુરોની ધરપકડ કરવામાં આવ્યાં પછી, સુપ્રીમ કોર્ટે ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કર્યા. ટ્રમ્પે કહ્યું કે ડેલ્સી રોડ્રિગ્ઝે વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે અને તેઓ અમેરિકાને સહયોગ કરશે, પરંતુ રોડ્રિગ્ઝે ટેલિવિઝન પર જઈને માદુરોની મુક્તિ અને તેમના જીવનના પુરાવાની માંગ કરી હતી.

વેનેઝુએલા પર થયેલા મોટા હુમલાઓ અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ, ડેમોક્રેટ્સ રવિવારે એક કટોકટી બેઠક બોલાવે તેવી અપેક્ષા છે. આ બેઠક વર્ચ્યુઅલ રીતે યોજાશે. તે સ્થાનિક સમય મુજબ બપોરે 2 વાગ્યે યોજાશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++