Loksabha Election 2024: મુકેશ દલાલ પહેલા આ પાંચ લોકોને મળી હતી સુરતથી સાંસદ બનવાની તક, જાણો કેમ છે આ બેઠક દેશમાં મહત્વની

10:34 PM Apr 23, 2024 | gujaratpost

- મોરારજી દેસાઈ લાંબા સમય સુધી સુરત બેઠક પરથી ચૂંટણી જીત્યાં હતા

- મોરારજી દેસાઈ પછી કાશીરામ રાણાએ ભાજપનો ગઢ બનાવ્યો

- ભાજપના નેતા દર્શના જરદોશ છેલ્લી ત્રણ ટર્મથી સુરતના સાંસદ હતા

સુરતઃ લોકસભા બેઠક પર ભાજપની બિનહરીફ જીત થઇ છે. આ વખતે ભાજપનો બિનહરીફ જીત સાથે 400નો આંકડો પાર કરવાનું લક્ષ્ય છે.શું ભાજપ આ લક્ષ્યાંક હાંસલ કરી શકશે કે નહીં ? તે 4 જૂને ચૂંટણીના પરિણામોમાં જાણી શકાશે. સુરત શહેર ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે. અગાઉ આ શહેર તેના કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું હતું. સુરત દેશની એકમાત્ર એવી બેઠક છે. જ્યાંથી દેશને પહેલા નાયબ વડાપ્રધાન અને પછી વડાપ્રધાન મળ્યાં. સુરતના પ્રથમ સાંસદ બનવાનું ગૌરવ કન્હૈયા લાલ દેસાઈને છે. તેમના પછી, મોરારજી દેસાઈ 1957 થી 1980 સુધી સુરતના સાંસદ હતા. તેઓ કોંગ્રેસ, કોંગ્રેસ (ઓ) અને જનતા પાર્ટીમાંથી જીત્યા હતા.

મોરારજી લાંબા સમય સુધી સાંસદ રહ્યાં હતા

મોરારજી દેસાઈ પછી કોંગ્રેસના દિગ્ગજ નેતા સી.ડી.પટેલ 1980 અને 1984ની ચૂંટણીમાં આ બેઠક પરથી જીત્યા હતા, પરંતુ 1989ની ચૂંટણીમાં પહેલીવાર ભાજપનો વિજય થયો હતો. ત્યારથી આ બેઠક ભાજપના કબ્જામાં છે. તેઓ સતત છ વખત જીત્યા. 2009માં ભાજપે કાશીરામ રાણાની જગ્યાએ દર્શના જરદોશને મેદાનમાં ઉતાર્યા હતા.તેઓ ચૂંટણી જીત્યા અને સુરતમાંથી પ્રથમ મહિલા સાંસદ બન્યાં હતા.પાર્ટીએ તેમને 2014 અને 2019માં ફરી રિપીટ કર્યા. જરદોશ બંને વખત જીત્યા હતા. સુરત સીટએ ડેપ્યુટી પીએમ અને પીએમ આપ્યાં છે તો બીજી તરફ આ સીટ પર સૌથી ઓછા લોકોને સાંસદ બનવાની તક મળી છે.

મુકેશ દલાલે ઈતિહાસ રચ્યો

2024ની ચૂંટણીમાં ભાજપે મુકેશ દલાલ પર દાવ લગાવ્યો હતો, જે મોઢ વેપારી સમૂદાયમાંથી આવે છે. મુકેશ દલાલ ચૂંટણી પહેલા જ સુરતમાંથી બિનહરીફ જીત્યા છે. આ રીતે 2024ની ચૂંટણીમાં સુરત બેઠક દેશભરમાં ચર્ચામાં આવી છે. ગુજરાતના વર્તમાન રાજકારણમાં જ્યાં ગાંધીનગર રાજ્યની રાજધાની છે તો બીજી તરફ સુરત એક મોટું પાવર સેન્ટર છે. તેનું કારણ રાજ્યના રાજકારણમાં સીઆર પાટીલનો ઉદય અને વર્ચસ્વ છે. મહારાષ્ટ્રમાં જન્મેલા સીઆર પાટીલના વર્ચસ્વને કારણે સુરતને રાજકીય રાજધાની ગણવામાં આવે છે. સીઆર પાટીલ નવસારીથી ચોથી વખત ચૂંટણી લડી રહ્યાં છે. 2019માં તેમણે દેશમાં સૌથી મોટા માર્જિનથી ચૂંટણી જીતી હતી.

સુરત ભાજપનો અભેદ્ય ગઢ

હીરા અને આર્થિક પ્રવૃતિઓ માટે ચર્ચામાં રહેતું સુરત ભાજપના કબ્જામાં છે. વર્ષોથી અહીંનું રાજકારણ ભાજપની આસપાસ ફરતું રહ્યું છે. 2021ની કોર્પોરેશન ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને જોરદાર ટક્કર આપી હતી. આ પછી AAPએ ગુજરાતમાં પોતાનું મિશન આગળ ધપાવ્યું હતુ, સુરત લોકસભા મતવિસ્તારમાં આવતી સાતેય બેઠકો પર ભાજપનો કબ્જો છે. પાટીદાર આંદોલન બાદ પણ સુરતમાં ભાજપને કોઈ નુકસાન થયું નથી. ભાજપે એક પછી એક આપ અને પાટીદાર નેતાઓને પોતાની તરફેણમાં કરી લીધા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post