- ચારેય ટેકેદારો હાજર ન રહેતા સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ કરી નાખવામાં આવ્યું
- કોંગ્રેસને જોરદાર મોટો ફટકો
- અહીં ભાજપે મુકેશ દલાલને આપી છે ટિકિટ
સુરતઃ કોંગ્રેસના લોકસભા ઉમેદવાર (surat congress lok sabha candiadate) નિલેશ કુંભાણીના (nilesh kumbhani) ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારોએ (supporter)એફિડેવિટ (affidavit) કરીને કહ્યું હતું કે, આ સહી અમારી નથી. જે બાદ ગઈકાલ સાંજથી મામલો ગરમાયો હતો, આજે તમામની નજર નિલેશ કુંભાણીના ફોર્મ પર હતી. અને આખરે નિલેશ કુંભાણીનું ફોર્મ સત્તાવાર રીતે રદ્દ કરી નાખવામાં આવ્યું છે. કોગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા મોટી સંખ્યામાં કાર્યકરો જિલ્લા સેવાસદન પહોંચી ગયા હતા.પોલીસે સ્થિતી પર કાબૂ મેળવવા કોગ્રેસ અને ભાજપ બંન્ને પક્ષના નેતાઓને અંદર પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો હતો.
બીજી તરફ વકીલ બાબુ માંગુકીયાએ (babu mangukia) જણાવ્યું કે, આખુ પ્રશાસન ભાજપના ખોળે બેસી ગયું છે. કુંભાણીના ટેકેદારો જાણી જોઈને હાજર નથી રહ્યાં. આખું પ્રશાસન અને પોલીસ ખુબ જ દબાણમાં છે. નિલેશ કુંભાણી સાથે મોટો દાવ થઈ ગયો છે. કુંભાણીએ પોતાના સગા સંબંધીઓને ટેકેદાર રાખ્યાં હતા, જેને સાચવવાની જવાબદારી તેમની પોતાની હતી. પણ તેઓ ગુમ થઇ ગયા હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526
સુરત કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ (aslam cyclewala)કહ્યું, સુરતની જનતા ભાજપથી કંટાળી હતી. અમે બધા કાર્યકર્તાઓ આજે દુઃખી છીએ. અમને વિશ્વાસમાં લીધા વગર કુંભાણીને ટિકિટ આપવામાં આવી હતી. ગદ્દારો છે તેને સસ્પેન્ડ કરો. તો એવા પણ આક્ષેપો છે કે કુંભાણીએ જાણી જોઇને આ ખેલ કર્યો છે, તેઓ જ ભાજપ સાથે ભળી ગયેલા હોવાના આરોપ લાગ્યાં છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો