લોકસભા ચૂંટણીઃ ગુજરાતની બાકી બેઠકો પર ભાજપના ઉમેદવારોની યાદી આજે આવી શકે છે- Gujarat Post

11:54 AM Mar 13, 2024 | gujaratpost

(file photo)

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીને લઈ વિવિધ પક્ષો ઉમદેવારો જાહેર કરી રહ્યાં છે. ભાજપે તેની પ્રથમ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારો જાહેર કર્યાં હતા. જ્યારે કોંગ્રેસે પણ ગઈકાલે 7 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યાં હતા. ભાજપ બાકીના 11 ઉમેદવારોની યાદી આજે જાહેર કરી શકે છે.

સૂત્રોનાં જણાવ્યાં પ્રમાણે, પીએમ મોદી, જે.પી.નડ્ડા અને અમિત શાહે ઉમેદવારોનાં નામો પર મ્હોર મારી દીધી છે. જેમાં કેટલાક નામો ચોંકાવનારા હોઈ શકે છે. હાઈ કમાન્ડના આદેશ બાદ આજે મોડી સાંજ સુધીમાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી શકે છે. ભાજપ આજે બાકી રહેતા 11 લોકસભા સીટના ઉમેદવારોના નામો જાહેર કરી શકે છે. ખાસ કરીને જૂનાગઢ અને ભાવનગર સીટોનાં નામોને લઇને મંથન થઇ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

બે દિવસ પહેલા ગુજરાત ભાજપે લોકસભા ચૂંટણીને અનુલક્ષી સહ-પ્રવકતાઓ જાહેર કર્યાં હતા. આ લિસ્ટમાં દીપક જોશી, અશ્વિન બેંકરને ભાજપે સહ-પ્રવકતા બનાવ્યાં છે, ઉપરાંત આ લિસ્ટમાં જયેશ વ્યાસ, ઘનશ્યામ ગઢવી, તેમજ જૈનિક વકીલ અને રાજિકા કચેરિયાનું નામ પણ સામેલ છે.

બીજી તરફ કોંંગ્રેસે પણ કેટલાક દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યાં છે, ગેનીબેન ઠાકોર, લલિત વસોયા, તુષાર ચૌધરી જેવા નેતાઓને લોકસભાની ટિકિટ આપી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post