પિતાની તબિયત સારી ન હોવાથી અમદાવાદ પૂર્વથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તા નહીં લડે ચૂંટણી- Gujarat Post

05:15 PM Mar 19, 2024 | gujaratpost

અમદાવાદઃ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. કોંગ્રેસ દ્વારા અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં હતા, પરંતુ તેમણે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે.

રોહન ગુપ્તાએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, મારા પિતા બિમાર હોવાથી તેઓ હોસ્પિટલમાં દાખલ છે અને હું કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમદાવાદ પૂર્વ સંસદ બેઠક માટે મારી ઉમેદવારી પાછી ખેંચી રહ્યો છું. હું પક્ષ દ્વારા નામાંકિત નવા ઉમેદવારને સંપૂર્ણ સમર્થન આપીશ.

રોહન ગુપ્તાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખ્યો છે કે, મારા પિતાની સ્થિતિને કારણે હું અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારું નામ પાછું ખેચું છું. વર્તમાન સ્થિતિમાં હું આ જવાબદારી સ્વીકારવા અસક્ષમ છું. પાર્ટી દ્વારા જે પણ ઉમેદવારને પસંદ કરવામાં આવશે તેમને મારો સંપૂર્ણ સાથ સહકાર આપીશ.

Trending :

છેલ્લા થોડા દિવસોમાં કોંગ્રેસના મોટા માથા ગણાતા અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર જેવા અનેક નેતાઓ ભાજપમાં સામેલ થઇ ગયા છે. ત્યારે હવે અમદાવાદ પૂર્વ લોકસભા સીટ પરથી રોહન ગુપ્તાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતાં કોંગ્રેસની સ્થિતિ કફોડી બની છે. હવે કોંગ્રેસ આ સીટ પર કોને ઉમેદવાર જાહેર કરે છે તે જોવું રહ્યું.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post