કોંગ્રેસે વધુ 7 ઉમેદવારો કર્યાં નક્કી, બે દિવસમાં થઈ શકે છે જાહેરાત- Gujarat Post

11:23 AM Mar 21, 2024 | gujaratpost

અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2024નું બ્યૂંગલ વાગી ચુક્યું છે. સાત તબક્કામાં યોજાનારી ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં 7 મે, 2024ને ત્રીજા તબક્કામાં મતદાન થશે. ગુજરાતમાં ભાજપ અત્યાર સુધી 22 ઉમેદવારો જાહેર કરી ચુક્યું છે, જ્યારે કોંગ્રેસ પણ 7 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. સૂત્રોનાં જણાવ્યાં મુજબ કોંગ્રેસે 7 લોકસભા બેઠકો માટે ઉમેદવારોનાં નામ ફાઈનલ કરી લીધા છે.

ગુજરાત લોકસભા બેઠકો માટે નવા 7 ઉમેદવારોની યાદી ગમે ત્યારે જાહેર થઇ શકે છે. આણંદથી અમિત ચાવડા, પાટણથી ચંદનજી ઠાકોર, દાહોદથી પ્રભાબેન તાવિયાડ, ખેડાથી કાળુસિંહ ડાભી, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ અને સાબરકાંઠાથી તુષાર ચૌધરીને ચૂંટણી મેદાને ઉતારવામાં આવે તેવી શક્યતા છે.

કોંગ્રેસ પ્રથમ યાદીમાં અમદાવાદ પૂર્વ સીટથી રોહન ગુપ્તાને ઉમેદવાર જાહેર કર્યાં હતા. જો કે તેમણે અંગત કારણોસર ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. જેથી આ બેઠક પર કોંગ્રેસ નવા ઉમેદવારને ઉતારી શકે છે. એવી પણ ચર્ચા છે કે રોહન ગુપ્તાએ ભાજપના નેતાઓ સાથે ધંધાકીય ભાગીદારી હોવાથી તેમને પોતાના હિતો સાચવવા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post