અમદાવાદઃ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર (Ahmedabad east lok sabha seat) કોંગ્રેસના ઉમેદવાર(congress candidate) હિંમતસિંહ પટેલે (himmatsinh patel) ભાજપ (BJP) દ્વારા તેમના ઉમેદવારી પત્રકને લઈને ઉઠાવેલા વાંધા બાબતે વળતો હુમલો કરીને પ્રતિક્રિયા આપી છે.
હિંમતસિંહ પટેલે કહ્યું કે ભાજપ હાર જોઇ ગઈ છે, એટલે ફોર્મ રદ કરવા માટેના પ્રયાસ કરી લે છે ગઈકાલે ઉમેદવારી પત્રકની પ્રક્રિયામાં ભાજપ તરફથી પાંચ લીગલ સભ્યોની (legal team) ટીમ ઉતારવામાં આવી હતી, જોકે તેમના તરફથી માત્ર એક જ પ્રતિનિધિ હાજર હતા. તેમને વિશ્વાસ હતો કે તેમને કોઈ ભૂલ નથી કરી એટલે તેમનો એક જ વ્યક્તિ પૂરતો હતો. ભાજપ તરફથી લગાવવામાં આવેલા આરોપ અને વાંધા દમ હોવાના કારણે ચૂંટણી પંચ દ્વારા તેને ફગાવી દેવામાં આવ્યા છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ચૂંટણી પંચ સામે ભાજપનું ન ચાલ્યું કારણ કે ચૂંટણી પંચ એ સંવિધાનથી બનેલું એક માળખું છે અને સંવિધાન- કાયદા પર તેમને વિશ્વાસ છે, ગઈકાલે ભાજપનું લીગલ ટીમનું ન ચાલ્યું એટલ બે આબરૂ થઈને તેમને પાછા જવાની ફરજ પડી હતી. જો ભાજપનું ચાલ્યું હોત તો સત્તાનો દૂર ઉપયોગ કર્યો હોત, કોઈને હેરાન કરવાથી ચૂંટણી નથી જીતી શકાતી,પોતાના લોકસભા મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે, જે સંદર્ભે પૂર્વ વિસ્તારમાં નિકોલ વિધાનસભા બેઠક પર મીની રોડ શો કરી પ્રચાર કર્યો હતો.
નોંધનિય છે કે સુરતથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્ કરી નાખવામાં આવતા કોંગ્રેસને નેતાઓ ગુસ્સામાં છે અને આ બધું ભાજપે કરાવ્યું હોવાના આરોપ છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો