લોહિયાળ બદલો... હિઝબુલ્લાએ 5 મીનિટમાં ઈઝરાયેલ પર 20 રોકેટ છોડ્યાં, જાણો- ઈઝરાયેલે શું કહ્યું?

12:03 PM Sep 19, 2024 | gujaratpost

Lebanon Blast: ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં બંને એકબીજા પર સતત પ્રહારો કરી રહ્યાં છે. લેબનોનમાં પેજર હુમલા બાદ સ્થિતી તંગ છે. હવે હિઝબુલ્લાહે 5 મીનિટમાં ઈઝરાયેલ પર 20 રોકેટ છોડ્યાં છે. આ હુમલા બાદ ઈઝરાયેલ આર્મી IDF દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.

IDF એ તેના નિવેદનમાં જણાવ્યું કે હવાઈ સંરક્ષણે સાંજે અપર ગેલિલી વિસ્તારમાં લેબનોન દ્વારા છોડવામાં આવેલા કેટલાક રોકેટને રોક્યા હતા. બાકીના ઇઝરાયેલના તેલ હાઇ વિસ્તારમાં પડ્યાં હતા. રોકેટ હુમલાને કારણે ઘણી જગ્યાએ આગ લાગી હતી. આ પછી ઈઝરાયેલની ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસે આગને કાબૂમાં લીધી હતી. હાલ આ હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પેજર હુમલા બાદ હિઝબુલ્લાએ બદલો લેવાની ધમકી આપી હતી

લેબનોનમાં અનેક વિસ્ફોટ

Trending :

મંગળવારે લેબનોનમાં પેજર બ્લાસ્ટ થયા હતા. આ પછી બુધવારે તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં વિસ્ફોટ થયા હતા. જેમાં લેપટોપ, વોકી-ટોકી અને મોબાઈલનો પણ સમાવેશ થયો હતો. આ વિસ્ફોટમાં 20 લોકોનાં મોત થયા છે અને 450થી વધુ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર એક કલાકની અંદર બેરૂત, બેકા, નાબાતીહ અને દક્ષિણ લેબેનોનમાં અનેક લોકો ઘાયલ થયા છે.

બંને એકબીજાને ચેતવણી આપી રહ્યાં છે

હિઝબુલ્લાએ ચોક્કસપણે બદલો લેવાની ધમકી આપી છે. હિઝબુલ્લાહની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના વડા હાશિમ સફીઉદ્દીને લોહિયાળ બદલો લેવાની વાત કરી છે. હિઝબુલ્લાહે આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે.

સફીઉદ્દીન હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહનો પિતરાઈ ભાઈ અને મુખ્ય સહાયક છે. અહીં ઈઝરાયેલના ચીફ ઓફ જનરલ સ્ટાફે હિઝબુલ્લાહને ચેતવણી આપી છે. ઈઝરાયલના ચીફ ઓફ જનરલ સ્ટાફે કહ્યું કે અમારી પાસે હજુ પણ ઘણી ક્ષમતાઓ છે,જેને અમે હજુ સક્રિય કરી નથી. આ સિવાય યુએનએસસીએ પેજર અને વોકી ટોકી બ્લાસ્ટ પર શુક્રવારે બેઠક બોલાવી છે.

નોંધનીય છે કે 8 ઓક્ટોબરથી હિઝબુલ્લાહ અને અન્ય લેબનોન-આધારિત આતંકવાદી જૂથો લગભગ દરરોજ ઇઝરાયેલના ઉત્તરમાં રોકેટ અને મિસાઇલો છોડી રહ્યાં છે, જેમાં ઇઝરાયેલમાં 26 નાગરિકો અને 20 IDF સૈનિકો માર્યાં ગયા છે. હિઝબુલ્લાએ ચાલુ અથડામણ દરમિયાન ઇઝરાયેલ દ્વારા માર્યા ગયેલા 450 થી વધુ સભ્યોના નામ આપ્યાં છે. જેમાંથી મોટાભાગના લેબનોનમાં માર્યા ગયા છે, પરંતુ કેટલાક સીરિયામાં પણ માર્યા ગયા છે. અન્ય આતંકવાદી જૂથોના 79 અન્ય કાર્યકરો, એક લેબનીઝ સૈનિક અને 12 લોકો માર્યા ગયા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526