કોંગ્રેસના જેની ઠુમ્મરે દુષ્કર્મને લઇને ભાજપ નેતાને ઘેરી લીધા, પોલીસે કહ્યું આવી કોઇ ઘટના નથી બની

05:41 PM Oct 11, 2024 | gujaratpost

ભાજપના નેતાની દુષ્કર્મ કેસમાં સંડોવણી હોવાનો જેની ઠુમ્મરે દાવો કર્યો

અમરેલીઃ હાલ રાજ્યમાં નવરાત્રીની જોરશોરથી ઉજવણી થઈ રહી છે. આ દરમિયાન વડોદરા, સુરત, રાપરમાં દુષ્કર્મની ઘટના બની હતી, હવે  પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેની ઠુમ્મરે દુષ્કર્મને લઈને આપેલા નિવેદનથી અમરેલીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

જેની ઠુમ્મરે કહ્યું કે, અમરેલીના લાઠી રોડ પર આવેલા વિશ્વાસ કોમ્પલેક્ષમાં દુષ્કર્મ કરાયું છે અને અહીં વેશ્યાવૃત્તિની પ્રવૃતિઓ ચાલી રહીં છે.  જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. દિન પ્રતિદિન સલામતીના ધજાગરા ઉડી રહ્યાં છે. ભાજપના લોકોને કારણે દીકરીઓ પણ સલામત રહી નથી.

છડેચોક ખુલ્લા મેદાનમાં રહેણાંક વિસ્તારમાં વેશ્યાવૃતિ જેવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તેમાં શાસક પક્ષના આગેવાનો સંડોવાયેલા છે, તંત્ર પણ ફરિયાદ લઈ શકતું નથી. ભાજપને ઉભો કરવામાં જેનો મહત્વનો ફાળો છે તેવા મોટા આગેવાનોએ પ્રેસ નિવદન કરી તપાસ માંગવી પડે તે શરમજનક છે. તેમને ભાજપના સિનિયર નેતા દિલીપ સંઘાણીએ તપાસની માંગ કરી છે, તે વાત અહીં રજૂ કરી હતી.

અમરેલી શહેરમાં નવરાત્રી પર્વ દરમિયાન લાઠી રોડ ઉપર એક યુવા રાજકીય આગેવાન દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચર્ચાઓ બાદ   દિલીપ સંઘાણીએ આ કેસમાં સંડોવાલેયા નેતા સામે કડક અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી. જેને લઈ જેની ઠુમ્મરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

જો કે અમરેલી પોલીસે આ મામલે તપાસ કરી છે અને કહ્યું છે કે જે મહિલાની વાત અહીં છે તેેમની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ દુષ્કર્મની થીયરી ખોટી છે, ત્યારે આ માત્ર કોંગ્રેસ દ્નારા આક્ષેપો કરવામાં આવ્યાં છે, તેવું સાબિત થઇ રહ્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526