+

કચ્છઃ મહિલા ASIની કરાઇ હત્યા, CRPF જવાને ગળું દબાવી ઢીમ ઢાળી દીધું

કચ્છઃ અંજારમાં મહિલા ASI ની હત્યા કરી નાખતા અરેરાટી વ્યાપી ગઇ છે. પ્રેમ સંબંધમાં પ્રેમીએ જ પોતાની પોલીસમાં ફરજ બજાવતી પ્રેમિકાની   હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ પ્રેમી પોલીસ સ્ટેશનમાં

કચ્છઃ અંજારમાં મહિલા ASI ની હત્યા કરી નાખતા અરેરાટી વ્યાપી ગઇ છે. પ્રેમ સંબંધમાં પ્રેમીએ જ પોતાની પોલીસમાં ફરજ બજાવતી પ્રેમિકાની   હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ પ્રેમી પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર અરૂણા જાદવ અંજારની ગંગોત્રી સોસાયટીમાં રહેતી હતી. 


સુરેન્દ્રનગર લખતરના ડેરવાળાની રહેવાસી ASI અરૂણા જાદવની તેના પ્રેમી  દિલીપ ડાંગચીયા હત્યા કરી નાખી હતી. સામાન્ય ઝઘડા બાદ બોલાચાલી થતા ગળું દબાવી હત્યા કરી દેવાઇ હતી. હત્યારો પ્રેમી મણિપુરમાં CRPFમાં ફરજ બજાવે છે. આ બનાવથી પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો. યુવતીનાં પરિવારજનો અંજાર જવા રવાનાં થયાં હતા. 

હત્યા કર્યા બાદ પ્રેમી પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો. હાલ પોલીસે તપાસ હાથધરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter