કચ્છઃ મહિલા ASI ની કરાઇ હત્યા, CRPF જવાને ગળું દબાવી ઢીમ ઢાળી દીધું

11:04 AM Jul 20, 2025 | gujaratpost

કચ્છઃ અંજારમાં મહિલા ASI ની હત્યા કરી નાખતા સનસની ફેલાઇ છે. પ્રેમ સંબંધમાં પ્રેમીએ જ પોલીસમાં ફરજ બજાવતી પ્રેમિકાની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ પ્રેમી પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. મૃતક અરૂણા જાદવ અંજારની ગંગોત્રી સોસાયટીમાં રહેતા હતા. 

સુરેન્દ્રનગર લખતરના ડેરવાળાની રહેવાસી ASI અરૂણા જાદવની તેના પ્રેમી  દિલીપ ડાંગચીયા હત્યા કરી નાખી હતી. સામાન્ય ઝઘડા બાદ બોલાચાલી થતા ગળું દબાવી હત્યા કરી હતી. હત્યારો પ્રેમી મણિપુરમાં CRPFમાં ફરજ બજાવે છે. આ બનાવથી પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. યુવતીનાં પરિવારજનો અંજાર પહોંચ્યાં છે. હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++