પંકજ ધીરે મહાભારત સિવાય પ્રસિદ્ધ ટીવી સિરિયલ ચંદ્રકાંતા અને ધ ગ્રેટ મરાઠામાં પણ કામે કર્યું હતુ
સડર, સોલ્જર અને બાદશાહ સહિતની સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતુ
પંકજ ધીરના પરિવારમાં તેમના પત્ની અનિતા ધીર અને તેમના પુત્ર નિકિતીન ધીર છે
મુંબઇઃ સૌથી લોકપ્રિય ટેલિવિઝન શ્રેણી મહાભારતમાં કર્ણનું યાદગાર પાત્ર ભજવીને દેશભરમાં ઘર-ઘરમાં જાણીતા બનેલા અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે. આ દુઃખદ સમાચારની પુષ્ટિ તેમના સહ-કલાકાર અને મહાભારતમાં અર્જુન અભિનેતા ફિરોઝ ખાને ઇન્સ્ટાગ્રામ પર કરી છે. પંકજ ધીરના અવસાનથી તેમના ચાહકોને આઘાત લાગ્યો છે. અભિનેતાનું અવસાન ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે.
સહ-કલાકારે દુઃખ વ્યક્ત કર્યું
મહાભારતમાં પંકજ ધીર સાથે કામ કરનાર ફિરોઝ ખાને ભાવનાત્મક પ્રતિભાવમાં કહ્યું, હા, એ સાચું છે કે તે હવે આપણી વચ્ચે નથી. વ્યક્તિગત રીતે મેં એક ખૂબ જ નજીકનો મિત્ર ગુમાવ્યો છે. તે માત્ર એક સારા અભિનેતા જ નહીં, પણ એક મહાન વ્યક્તિ પણ હતા. તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી અને કહ્યું કે તેમના મિત્રનું અવસાન થયું છે અને તે ખૂબ જ દુઃખી છે.
કેન્સર સામે હારી ગયા જંગ
પંકજ ધીરનું અવસાન બુધવાર, 15 ઓક્ટોબરના રોજ સવારે 11.30 વાગ્યે થયું.આ અભિનેતા લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યાં હતા. આ લાંબી લડાઈ દરમિયાન તેઓ હારી ગયા. આ સમાચારથી સમગ્ર ફિલ્મી ઉદ્યોગ અને તેમના ચાહકો શોકમાં ડૂબી ગયા છે. આ સમાચાર તેમના પરિવાર માટે ખૂબ જ દુઃખદ છે. પંકજ ધીરને કેન્સર હતું. થોડા મહિના પહેલા, તેમને મોટી સર્જરી કરાવવી પડી હતી. પરંતુ હવે તેઓ આ દુનિયામાં રહ્યાં નથી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++