જૂનાગઢઃ એસીબીએ સતત બીજા દિવસે મોટા લાંચકાંડનો પર્દાફાશ કર્યો છે, છેલ્લા બે દિવસમાં અનેક સરકારી બાબુઓ લાંચ લેતા ઝડપાયા છે, આજે જૂનાગઢમાં પણ મોટી ટ્રેપ થઇ છે.
સંદીપ રામભાઈ રાવલીયા, ઉ.વ.39, નોકરી- જૂનાગઢ પોલીસના MT વિભાગમાં આઉટ સોર્સ ડ્રાઈવર, રહે.13, સુદામા પાર્ક, મધુરમ, જૂનાગઢને રુપિયા 2 લાખની લાંચ લેતા ઝડપી લેવાયા છે.
ગુનાનું સ્થળ: મયુર ફરસાણ નામની દુકાન પાસે, મધુરમ વિસ્તાર, જૂનાગઢ
ફરીયાદીના ભાઈ CRPF માં હવાલદાર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ વિરૂદ્ધ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં સપ્ટેમ્બર- 2025 માં SC-ST એક્ટ અને બળાત્કારનો ગુનો દાખલ થયેલો. આ ગુનાની તપાસમા લેવાયેલા નમૂનામાં જૂનાગઢ FSL માંથી રીપોર્ટ તેઓની ફેવરમાં (નીલ) લાવી આપવાનું જણાવીને તેમની પાસે સાડા ત્રણ લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.
અંતે 2 લાખ રૂપિયા આપવાના નક્કિ થયા હતા, જેમાં ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને જૂનાગઢ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલી. જેને આધારે ગોઠવેલ લાંચના છટકામાં આરોપી રંગેહાથ લાંચ લેતા ઝડપાઇ ગયા છે.
ટ્રેપીંગ અધિકારી: PI જે.બી.કરમુર તથા ટીમ જૂનાગઢ એ.સી.બી. પો.સ્ટેશન
સુપરવિઝન અધિકારી: બી.એમ.પટેલ, મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, I/C જૂનાગઢ એકમ