રેલવેમાં સરકારી નોકરીની સુવર્ણ તક: 312 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો લાયકાત અને પગાર - Gujarat Post

10:03 PM Jan 09, 2026 | gujaratpost

નવી દિલ્હીઃ રેલવેમાં નોકરી કરવાનું સપનું જોતા લોકો માટે સારા સમાચાર છે. રેલવે ભરતી બોર્ડે આઈસોલેટેડ કેટેગરી હેઠળ કુલ 312 ખાલી જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ ભરતીમાં જુનિયર ટ્રાન્સલેટર, ચીફ લો આસિસ્ટન્ટ, સ્ટાફ એન્ડ વેલફેર ઇન્સ્પેક્ટર સહિતના અનેક મહત્વના પદોનો સમાવેશ થાય છે. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન છે, રસ ધરાવતા ઉમેદવારો 31 જાન્યુઆરી 2026 સુધી ફોર્મ ભરી શકે છે.

જગ્યાઓની વિગત

રેલવે ભરતી બોર્ડ દ્વારા આઈસોલેટેડ કેટેગરીમાં કુલ 312 પદો પર ભરતી કરવામાં આવશે, જેની વિગત નીચે મુજબ છે

  • જુનિયર હિન્દી ટ્રાન્સલેટર: 202 પદ (સૌથી વધુ)
  • ચીફ લો આસિસ્ટન્ટ: 22 પદ
  • સ્ટાફ એન્ડ વેલફેર ઇન્સ્પેક્ટર: 24 પદ
  • સીનિયર પબ્લિક ઇન્સ્પેક્ટર: 15 પદ
  • લેબ આસિસ્ટન્ટ ગ્રેડ-3 (કેમિસ્ટ અને મેટલર્જિસ્ટ): 39 પદ
  • પબ્લિક પ્રોસિક્યુશન: 07 પદ
  • અન્ય ટેકનિકલ પદો: સાયન્ટિફિક આસિસ્ટન્ટ ટ્રેનિંગ (2)
  •  સાયન્ટિફિક સુપરવાઇઝર (1).

શૈક્ષણિક લાયકાત
અલગ-અલગ પદો માટે લાયકાત પણ અલગ-અલગ રાખવામાં આવી છે

  • જુનિયર હિન્દી ટ્રાન્સલેટર: સંબંધિત વિષયમાં ગ્રેજ્યુએશન.
  • ચીફ લો આસિસ્ટન્ટ અને પબ્લિક પ્રોસિક્યુશન: માન્ય યુનિવર્સિટીમાંથી લો (LLB) ની ડિગ્રી.
  • ટેકનિકલ પદો: સાયન્ટિફિક અને લેબ આસિસ્ટન્ટ જેવા પદો માટે વિજ્ઞાન વિષયમાં ડિગ્રી કે ડિપ્લોમા અનિવાર્ય છે.

વય મર્યાદા

  • ન્યૂનતમ વય: 18 વર્ષ.
  • મહત્તમ વય: પદ મુજબ 30 થી 40 વર્ષની વચ્ચે.
  • સરકારી નિયમો મુજબ SC, ST, OBC અને અન્ય અનામત વર્ગોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

પગાર ધોરણ

પસંદગી પામેલા ઉમેદવારોને આકર્ષક પગાર અને કેન્દ્ર સરકારના અન્ય લાભો મળશે. મોટાભાગના પદો માટે માસિક રૂ. 35,400 પગાર મળશે. ચીફ લો આસિસ્ટન્ટ જેવા ઉચ્ચ પદો માટે માસિક રૂ. 44,900 સુધીનો પગાર મળશે. ઉપરાંત મોંઘવારી ભથ્થું (DA), ઘરભાડું ભથ્થું (HRA) અને મુસાફરી ભથ્થું પણ મળવાપાત્ર રહેશે.

અરજી ફી અને રિફંડ

  • જનરલઃ OBC- EWS: રૂ. 500 (CBT-1 પરીક્ષા આપ્યાં બાદ રૂ. 400 રિફંડ મળશે)
  • SC- ST: રૂ. 250 (CBT-1 પરીક્ષા આપ્યા બાદ પૂરેપૂરા રૂ. 250 રિફંડ મળશે)
  • ફીની ચુકવણી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે નેટ બેન્કિંગ દ્વારા ઓનલાઇન કરી શકાશે