જાપાનમાં 7.5ની તીવ્રાતના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી, ભારતીય દૂતાવાસે ઈમરજન્સી નંબર જાહેર કર્યાં

07:56 AM Jan 02, 2024 | gujaratpost

ટોકિયોઃ નવા વર્ષ પર જાપાનથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં 7.5ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના પછી અનેક આફ્ટરશોક અનુભવાયા હતા. જેને કારણે દેશના પશ્ચિમી તટના મોટા ભાગો માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જો કે, માહિતી એ પણ સામે આવી છે કે 1.2 મીટરની સુનામીની લહેરો ઇશિકાવા પ્રાંતના વજીમા શહેરમાં ત્રાટકી છે. હાલમાં કોઈ નુકસાનના સમાચાર નથી, પરંતુ અધિકારીઓને તાત્કાલિક લોકોને સલામત સ્થળે લઈ જવાનો આદેશ આપવામાં આવ્યો છે.

દરમિયાન, જાપાને ઇશિકાવા, નિગાતા અને તોયામા, નાગાનો પ્રીફેક્ચર માટે વધુ એક ભૂકંપની ચેતવણી જારી કરી છે. તે જ સમયે, તોયામા શહેરમાં ત્રાટકેલી સુનામીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે આ વીડિયો અત્યારનો છે કે પહેલાનો છે તે હજુ કન્મફર્મ નથી.

જાપાનમાં ભારતીય દૂતાવાસે ભૂકંપ અને સુનામીની ચેતવણીને પગલે ભારતીય નાગરિકો માટે કટોકટી સંપર્ક નંબરો જારી કર્યાં છે અને લોકોને એલર્ટ રહેવા માટે અપીલ કરાઇ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post