Latest Jamnagar News: જામનગરમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે પીજીવીસીએલ ઓફિસ માથે લીધી હતી. વોર્ડ નંબર 4ના કોંગ્રેસ કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ તેમના ઘરે સોલાર લગાવ્યું હતું. તેમ છતાં તોતિંગ લાઇટ બિલ આવ્યું હતું. જેથી તેઓ પીજીવીએલ ઓફિસે પહોંચ્યાં હતા અને અધિકરીઓને રજૂઆત કરી હતી.
રચનાબેન નંદાણિયાએ ગરીબ લોકોને સ્માર્ટ મીટરના નામે લુંટી લેવામાં આવતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. હાથમાં લાડકી લઈ રચના નંદાણીયા વીજકચેરી ખાતે પહોંચ્યાં હતા અને અધિકારી સાથે બોલાચાલી કરી હતી. અધિકારીની ચેમ્બરમાં ઘૂસીને ટેબલ પરની ફાઈલો વેરવિખેર કરીને મોબાઈલ પણ ઝૂંટવી લીધો હોવાના આરોપ લાગ્યા છે. બિલ વધુ આવતા તેમણે હોબાળો કર્યો હતો. સ્માર્ટ મીટર લગાવવાથી બિલ વધુ આવતા હોવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પોલીસને બોલાવાની ફરજ પડી હતી. પોલીસે મહિલા કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદ કરાઇ છે..
રાજ્યમાં જ્યારથી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ છે ત્યારથી અનેક જગ્યાએ વિરોધના સૂર ઉઠ્યાં છે. રાજ્યની માલિકીની વીજ વિતરણ કંપની, પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ 60 લાખ ગ્રાહકોને વીજળીનું વિતરણ કરે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/