વિવેક રામાસ્વામીએ છોડવી પડી અમેરિકન રાષ્ટ્રપતિ પદની દાવેદારી, ટ્રમ્પની દાવેદારી બની મજબૂત- Gujarat Post

12:21 PM Jan 16, 2024 | gujaratpost

2024 રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ટ્રમ્પની ઉમેદવારી મજબૂત બની

અમેરિકામાં ફરીથી ટ્રમ્પ લડી શકે છે ચૂંટણી

વોશિંગ્ટનઃ ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે પોતાનો દાવો છોડી દીધો છે અને તેમને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવાની વાત કરી છે. વિવેક રામાસ્વામીએ રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ખસી જવું પડ્યું છે.તેમને કહ્યું કે હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. 15 જાન્યુઆરીએ, રિપબ્લિકન પાર્ટીની ઉમેદવારી માટે પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ડોનાલ્ડ ટ્રમ્પને મોટું સમર્થન મળ્યું હતુ અને તેમને વધુ મતોથી જીત મેળવી હતી.

હવે ડોનાલ્ડ ટ્રમ્પ સિવાય નિક્કી હેલી અને રોન ડીસેન્ટિસ રેસમાં બાકી છે. વિવેક રામાસ્વામી આ ત્રણેયથી પાછળ હતા, આયોવા કોકસ(પાર્ટીના રજીસ્ટર સભ્યો વોટ આપીને ઉમેદવાર નક્કિ કરે છે) ના પરિણામોમાં પાછળ રહ્યાં બાદ વિવેક રામાસ્વામીએ  ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. વિવેક અમેરિકન રાજકીય દ્રશ્યમાં એક અજાણ્યો ચહેરો હતો, પરંતુ ફેબ્રુઆરી 2023 માં તેમની ઉમેદવારીની જાહેરાત કર્યાં પછી, વિવેક રામાસ્વામીએ રિપબ્લિકન મતદારોનું ધ્યાન ખેંચ્યું હતુ.

રામાસ્વામી ઇમિગ્રેશન અને તેમની અમેરિકા ફર્સ્ટ નીતિ અંગેના  મજબૂત વિચારોને કારણે થોડા સમયમાં મતદારોમાં ખૂબ લોકપ્રિય બની ગયા હતા.જો કે, હવે રામાસ્વામી રાષ્ટ્રપતિ પદની રેસમાં ખરાબ રીતે પાછળ રહી ગયા છે. રામાસ્વામી ચોથા સ્થાને રહ્યાં છે, તેમને માત્ર 7.7 ટકા મત મળ્યાં હતા. જ્યારે ટ્રમ્પને 51 ટકા મતો મળ્યાં છે.

વિવેક રામાસ્વામી અબજોપતિ બિઝનેસમેન અને બાયોટેક કંપનીના વડા છે. તેમના માતાપિતા કેરળના રહેવાસી હતા, જેઓ અમેરિકામાં સ્થાયી થયા હતા. રામાસ્વામીનો જન્મ અમેરિકાના ઓહાયો રાજ્યમાં થયો હતો.ચૂંટણી પ્રચારના પ્રારંભિક તબક્કામાં વિવેક રામાસ્વામીએ ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કર્યા હતા, પોતાને ટ્રમ્પની નજીક બતાવવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રમ્પે પણ રામાસ્વામીનું સમર્થન કર્યું હતું. જો કે, ભૂતકાળમાં, ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ રામાસ્વામીની પ્રચાર ટીમ દ્વારા ઇન્ટરનેટ પર અનેક પોસ્ટ કરવામાં આવી હતી, જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થયા હતા.  આ પછી ટ્રમ્પે રામાસ્વામીને દંભી ગણાવીને તેમની આકરી ટીકા કરી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post