અબુધાબીઃ પીએમ નરેન્દ્ર મોદી જળવાયુ પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલનમાં ભાગ લેવા દુબઈ, સંયુક્ત અરબ અમીરાત પહોંચ્યાં છે. દુબઈમાં ભારતીયોએ મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતુ. એએનઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે તેમનું અહીં કેવું સ્વાગત કરાયું હતુ, મોદી-મોદી, અબ કી બાર મોદી સરકાર અને વંદે માતરમ જેવા નારા લાગ્યા હતા. લોકોની ભીડ મોદી સ્વાગત માટે પહોંચી હતી. અન્ય એક વીડિયોમાં પીએમ મોદીને ભારતીયો સાથે હાથ મિલાવતાં અને વાતચીત કરતાં જોઈ શકાય છે.
Deeply moved by the warm welcome from the Indian community in Dubai. Their support and enthusiasm is a testament to our vibrant culture and strong bonds. pic.twitter.com/xQC64gcvDJ
— Narendra Modi (@narendramodi) November 30, 2023
યુએઈના એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂંમાં મોદીએ કહ્યું કે ભારત અને યુએઈ હરિયાળા અને સમૃદ્ધ ભવિષ્યને આકાર આપવા માટે એકસાથે ઉભા છે. તેમને કહ્યું કે જેમ આપણે ક્લાઈમેટ ચેન્જ પર કામ કરી રહ્યાં છીએ. તેમ અન્ય દિશામાં પણ કામ કરવું જોઈએ. વિકાસશીલ દેશોએ ક્લાઈમેટ ચેન્જની સમસ્યાના સર્જનમાં યોગદાન આપ્યું નથી, પરંતુ તેઓ તેના ઉકેલમાં યોગદાન આપવા તૈયાર છે, પરંતુ આ દેશોને ફાળો આપવા માટે જરૂરી ધીરાણ અને ટેકનોલોજીની ખૂબ જ જરૂર છે. જે તેમની પહોંચની બહાર છે, તેથી આ સમસ્યાનો ઉકેલ ત્યારે જ શક્ય છે જ્યારે આ દેશોને યોગદાન માટે જરૂરી સંસાધનો મળે.
પીએમ મોદીએ કહ્યું, અમારો સંબંધ અનેક સ્તંભો પર આધારિત છે. સંયુક્ત અરબ અમીરાત COP8ની યજમાની કરી રહ્યું છે, જેનો આનંદ છે. મને આ વર્ષે યુએઈમાં આવવાનો મોકો મળ્યો. જ્યાં મારા ભાઈ, રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ સાથે મેં ચર્ચા કરી હતી. જેમાં જળવાયુ પરિવર્તનનો મુદ્દો ઉઠાવ્યો હતો.મોદી અહીં અનેક નેતાઓ સાથે બેઠક કરશે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો